હળવદમાં આગજનીની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં હળવદ રાતકડી હનુમાનજી મંદીર પાસે આવેલ વાડીમાં કોઈ અગમ્યો કરણસર આગ લાગી હતી. જો કે, હળવદ નગરપાલિકા ફાયર ફાઈટરો દ્વારા આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. પરંતુ લાકડાનો જથ્થો બળીને ખાખ થયો હતો.
મળતી માહિતી અનુસાર, હળવદનાં રાતકડી હનુમાનજી મંદીર પાસે આવેલ મનુભાઈની વાડીમાં કોઈ અગમ્યો કરણસર આગ ભભુકી ઉઠી હતી. જે અંગે સ્થાનિકો દ્વારા તાત્કાલિક હળવદ નગરપાલિકા ફાયર ફાઈટરને જાણ કરવામાં આવી હતી. ત્યારે આગના સમાચાર મળતા તાત્કાલિક હળવદ નગરપાલિકા ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચ્યા હતા. અને આગ પર કાબુ મેળવવા પ્રયાસ હાથ ધર્યો હતો. જો કે, વાડીમાં આગ ક્યાં કારણોસર લાગી તે હજુ સામે આવ્યું નથી. તેમજ બનાવમાં લાકડાનો જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો. જેને કાબૂમાં લેવા ત્રણ ગાડી પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. તેમજ વાડીની બાજુમાં જ સરકારી નર્સરી આવી હોવાથી વધારે આગ ન લાગે તે માટેના પ્રયાસ હાથ ધરાયા હતા.