ટંકારાના કલ્યાણપર રોડ ઉપર ગામ વનના ઝાડી ઝાંખરામાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. જે લાગ લાગતાં ફોરેસ્ટ વિભાગના એકાદ કિલોમીટર સુધી આગ પ્રસરી હતી. જે આગને કારણે પાંચેક હજાર વુક્ષો બળીને ખાખ થઈ જવા પામ્યા હતા. જે આગને કારણે નજીક આવેલ મફતિયાપરા વિસ્તારના લોકોમાં ભય ફેલાયો હતો. જો કે અન્ય કોઈ જાનહાનિ થવા કમી ન હતી.
મળતી માહિતી અનુસાર, ટંકારા- કલ્યાણપર રોડ ઉપર રોડને અડીને આવેલા ફોરેસ્ટ વિભાગ હસ્તકના ગામ વનના ઝાડી ઝાંખરામાં આગ લાગવાની ઘટના બની હતી. જે આગમાં ફોરેસ્ટ વિભાગે વાવેલા હજારો વૃક્ષો બળીને ખાખ થઈ ગયા હતા. આગ ગાયત્રી પોલીપેકથી દરગાહ સુધી પ્રસરી છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. પરંતુ રાહદારીઓના જણાવ્યા અનુસાર ટીસીમાં શોર્ટ સર્કિટ થયા બાદ તણખા સૂકા ઘાસમાં પડતા આગ લાગી હતી. બીજી તરફ આગને કારણે નજીકમાં જ આવેલ મફતિયાપરા વિસ્તારમાં પણ ભય ફેલાયો હતો. ફોરેસ્ટ વિભાગને ધટના અંગે જાણકારી મળતા ફોરેસ્ટર મેહુલ સંધાણી સ્થળ પર પહોંચ્યા હતા. અને જણાવ્યું હતું કે અંદાજે પાંચેક હજાર વુક્ષો બળીને ખાખ થયાં છે. ટિસીના તિખારાથી આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાડાય રહ્યું છે. અનેક એકરમાં પ્રસરેલ ગામ વન બળીને રાખ થઈ જતા પર્યાવરણ પ્રેમીઓ નારાજગી સાથે રોષ ની લાગણી જોવા મળે છે.