ટંકારાના ખીજડીયા ગામના શ્રી લક્ષ્મીકાન્ત આશ્રમ ખાતે પાંચ દિવસીય શ્રી શતચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આજે ૦૨/૧૨/૨૦૨૩ ના રોજ યજ્ઞ પ્રારંભ, દશનિધિ સ્નાન, પંચાગ કર્મ અને યજ્ઞ મંડપ પ્રવેશ માટેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
શ્રી લક્ષ્મીકાન્ત આશ્રમ ખાતે શ્રી નિત્યલીલાલીન અનંત શ્રી સમર્થ શ્રી નિત્યાનંદ બાપજી ભગવાનની અસીમ કૃપાથી અને નર્મદાની કસપાથી તેમજ શ્રી શ્રી ૧૦૦૮ અવધૂત શ્રી નર્મદાનંદ બાપજીના પાવન સાનિધ્યમાં ટંકારાના શ્રી લક્ષ્મીકાંત આશ્રમ ખીજડીયાની ભૂમિ પર પાંચ દિવસીય શ્રી શત ચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આજે ૦૨/૧૨/૨૦૨૩ કારતક વદ-૫ ને શનિવારના રોજ દશનિધિ સ્નાન, પંચાંગ કર્મ, યજ્ઞ મંડપ પ્રવેશ અને યજ્ઞનો પ્રારંભનો કાર્યક્રમ યોજાયો હતો. તેમજ ૦૬/૧૨/૨૦૨૩ કારતક વદ-૯ ને બુધવારના રોજ આ કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે શ્રી નિત્યાનંદ ભક્ત મંડળ તેમજ ઝાલા પરિવાર દ્વારા લોકોને નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.









