Sunday, May 19, 2024
HomeGujaratનીચી માંડલ ગામે પાંચ વર્ષીય બાળકનું ડૂબી જતા તો મોરબીમાં કારખાનાની છત...

નીચી માંડલ ગામે પાંચ વર્ષીય બાળકનું ડૂબી જતા તો મોરબીમાં કારખાનાની છત પરથી પડી જતા યુવકનું મોત

મોરબીમાં ગઈકાલે બે અકાળે મોતના બનાવો સામે આવ્યા હતા. જેમાં એક યુવકનું સિમોલા કારખાના માથીએ પડી જતા સળિયો વાગતા મોત નીપજ્યું છે. જયારે નીચી માંડલ ગામે વાડીમા રમતા રમતા કુંડીમા પડી જતા બાળકનું મોત નીપજ્યું છે.

- Advertisement -
- Advertisement -

પ્રથમ બનાવમાં, મોરબીનાં નીચી માંડલ પાસે આવેલ સિમોલા સીરામિક કારખાનામાં કામ કરતો સુનીલ કુમાર કાળેશ્વર સીંઘ નામનો યુવક સિમોલા કારખાના માથીએ પડી જતા સળિયો વાગતા તેને તાત્કાલિક મોરબી સરકારી હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટરે યુવકને તપાસી મૃત જાહેર કરી સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવી છે.

બીજા બનાવમાં, મોરબી તાલુકાના નીચી માંડલ ગામે વાડીમાં રહેતો પાંચ વર્ષીય બાળક પ્રવિણભાઈ કલમભાઈ મોરી ગઈકાલના સાંજના સમયે નીચી માંડલ વાડી વીસ્તારમા રમતા રમતા પાણીની કુંડીમા પડી જઈ ડુબી જતા તેને તાત્કાલિક બહાર કાઢી મોરબી સરકારી હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટરે બાળકને તપાસી મૃત જાહેર કરી સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!