મોરબી શહેરમાં આગામી તા. 20 જૂનનાં અષાઢી બીજ નિમિતે મચ્છુ માતાની ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેને લઈને મોરબી જિલ્લા પોલીસવડા દ્વારા ફુટ પેટ્રોલિંગ યોજવામાં આવી હતી. જેમાં મોરબી સીટી એ ડિવિઝન, મોરબી સીટી બી ડિવિઝન, મોરબી તાલુકા પોલીસ તેમજ એસ.ઓ.જી., એલ.સી.બી.નો સ્ટાફ જોડાયો હતો. તેમજ ડ્રોન મારફતે અનેક વિસ્તારોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. અને તેમજ મોરબી જિલ્લા એસપી રાહુલ ત્રિપાઠી દ્વારા મચ્છુ માતાની ભવ્ય રથયાત્રાને લઇ મોરબી જિલ્લા પોલીસ બેડાને જરૂરી સૂચનો આપ્યા હતા.
મોરબીનાં મહેન્દ્રપરા વિસ્તારમાં આવેલ મચ્છુ માતાજીના મંદિરેથી મચ્છુ માતાની રથયાત્રા નીકરનાર હોય તેને લઈ મોરબી જિલ્લા પોલીસવડા દ્વારા શહેરના વિવિધ માર્ગો પર પસાર ફુટ પેટ્રોલિંગ યોજી હતી. તેમજ રથયાત્રામાં શહેર તથા આજુબાજુના ગામડાઓમાંથી ખૂબ જ મોટા પ્રમાણમાં લોકો આવનાર હોવાથી સમગ્ર રૂટ પર રથયાત્રા પસાર થનાર હોય તેથી ફુટ પેટ્રોલિંગ યોજાઈ હતી. જેમાં મચ્છુ માતાજીના મંદિરેથી જુના બસ સ્ટેન્ડ, નહેરુ ગેટ ચોક અને દરબારગઢ થઈ મચ્છુ માતાજીના મંદિર ખાતે આ શોભાયાત્રા પૂર્ણ થનાર હોય જે સમગ્ર રુટ પર ફુટ પેટ્રોલિંગ ય્પજી હતી. ત્યારે રાહુલ ત્રિપાઠી દ્વારા આયોજકો સાથે બેઠક પણ યોજાઈ હતી. જેમાં ગાઇડલાઇન્સ અંગે તેઓને સમજાવવામાં આવ્યા હતા અને સમગ્ર રથયાત્રા શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે અંગે સમગ્ર આયોજનો કરવામાં આવ્યા હતા.