મોરબી નગરપાલિકાનાં પૂર્વ મહિલા કાઉન્સીલર તથા મોરબી નગરપાલીકાના ઝોન-૧ ના ઇન્ચાર્જને ભાજપના પૂર્વ કોર્પોરેટરે જુની ચુંટણીનો ખાર રાખી “ભુંડી ગાળો બોલી તું હવે કેમ ચુંટણીમાં ઉભો રહેશ કેમ ચુંટણી જીતેશ હું જોવ” તથા “હવે તમે હારી ગયેલા કાઉન્સીલર છો” તેમ બોલી બન્નેને જાતી પ્રત્યે હડધુત કરતા સમગ્ર મામલે મોરબી નગરપાલિકાનાં પૂર્વ મહિલા કાઉન્સીલર દ્વારા મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, મોરબીમાં વાલ્મીકવાસ સબ જેલ સામે રહેતા અને વોર્ડ નં-૧૩ ના મોરબી નગરપાલીકાના પુર્વ કાઉન્સીલર તરીકે સમાજ સેવાની સેવાકીય પ્રવુતી કરતા ભાનુમતીબેન ઉર્ફે ભાનુબેન ચંદુભાઇ નગવાડીયાને તેમના વાલ્મીકીવાસમા રહેતા મોરબી નગરપાલીકાના ઝોન-૧ ના ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવતા ભુદરભાઇ રૂડાભાઇ મકવાણાને રમેશભાઇ બધાભાઇ રબારી (રહે-હાલ હાઉસીંગ શનાળા રોડ મોરબી) જુની ચુંટણીનો ખાર રાખી પોતે ભુદરભાઇ રૂડાભાઇ મકવાણાની પ્રતિષ્ઠાને હાની પહોંચાડવાના ઇરાદે હેરાન કરી તેઓને અવાર નવાર રસ્તામા સામા મળે ત્યારે ભુંડી ગાળો બોલી “તું હવે કેમ ચુંટણીમાં ઉભો રહેશ કેમ ચુંટણી જીતેશ હું જોવ” તેમ બોલી જાતી પ્રત્યે હડધુત કરી ગમે તેવા શબ્દો બોલી ધમકાવાનો પ્રયત્ન કરતા હોય જેથી આ બાબતે ભુદરભાઇએ ભાનુબેનને વાત કરેલ હતી. ત્યારે ગત તા.૨૧/૦૮/૨૦૨૩ ના રોજ રાત્રીના સવા નવેક વાગ્યાની ભાનુબેન તથા ભુદરભાઇ ભાનુબેનનાં ઘર પાસે ઉભા હોય તે વખતે રમેશભાઈ રબારી ત્યાં આવેલ અને ચુંટણીનો ખાર રાખી ભાનુબેનને તથા ભુદરભાઇ મકવાણાને જેમ તેમ ભુંડી ગાળો બોલી ભાનુબેનને કહેવા લાગે કે “હવે તમે હારી ગયેલા કાઉન્સીલર છો અને ભુદરભાઇને કહેવા લાગેલ કે “તું કેમ પેન્શન ખાશ હુ જોવ છુ તારુ પેન્શન અટકાવી ન દવ તો રબારીનો દિકરો ન કેવાય” તેવુ બોલી ઉગ્ર બોલાચાલી કરી બંનેને જાતી પ્રત્યે ગમે તેમ જાહેરમા બોલી હડધુત કરી જતા રહેતા સમગ્ર મામલે ભાનુમતીબેન ઉર્ફે ભાનુબેન ચંદુભાઇ નગવાડીયા દ્વારા મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે.