Monday, April 13, 2026
HomeGujaratભારત વિકાસ પરિષદ-મોરબી, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, સેવા ભારતી-ગુજરાત તથા ડૉ. હેડગેવાર સ્મારક...

ભારત વિકાસ પરિષદ-મોરબી, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, સેવા ભારતી-ગુજરાત તથા ડૉ. હેડગેવાર સ્મારક સમિતિના સંયુક્ત ઉપક્રમે આમરણ ગામે નિઃશુલ્ક મેડિકલ કેમ્પ યોજાયો

મોરબી નજીક આવેલ આમરણ ગામે ડૉ.બાબાસાહેબ આંબેડકર જયંતિ નિમિત્તે વિવિધ સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનોને આરોગ્ય સેવા આપવામાં આવી હતી.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, ભારત વિકાસ પરિષદ-મોરબી, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, સેવા ભારતી-ગુજરાત તથા ડૉ. હેડગેવાર સ્મારક સમિતિના સંયુક્ત આયોજન હેઠળ યોજાયેલા નિઃશુલ્ક મેડિકલ કેમ્પમાં શહેરના અનુભવી ડૉક્ટરોની ટીમે નિઃશુલ્ક તપાસ અને સારવાર આપી હતી. વિવિધ ક્ષેત્રના નિષ્ણાત ડૉક્ટરો દ્વારા દર્દીઓની તપાસ કરી યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું,

સાથે જ નિઃશુલ્ક દવાઓનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના સફળ આયોજનમાં સંસ્થાના કાર્યકરો તથા સભ્યો સક્રિય રીતે જોડાયા હતા. આ સેવાકીય પહેલથી ગામના લોકોને આરોગ્યલક્ષી લાભ મળ્યો હતો અને માનવ સેવા પ્રત્યેનો સંદેશ પ્રસર્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!