પાનની દુકાનમાં કામ કરતા યુવક સાથેની બબાલમાં ત્રણ કલાક સુધી બંને પિતરાઈ ભાઈને ધોકા વડે માર મારતા બે શખ્સો વિરુદ્ધ ફરિયાદ
મોરબી તાલુકાના નીચી માંડલ ગામે રાધે પાનની દુકાનમાં કામ કરતા યુવકને તેના શેઠ સાથે રૂપિયાની લેતી બાબતે માથાકૂટ થતા, યુવક તેના મિત્રનું બાઇક લઈને ગામડે જતો રહ્યો હોય, બીજીબાજુ પાનની દુકાન-માલીક દ્વારા યુવકના મિત્ર અને તેના કાકાના દીકરાને યુવકની પૂછતાછમાં ત્રણ કલાક સુધી લાકડાના ધોકા તથા ઢીકાપાટુનો ઢોરમાર મારવામાં આવ્યો હોય. હાલ ભોગ બનનાર દ્વારા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, મૂળ સુ.નગર જીલ્લાના ભલગામના વતની હાલ નીચી માંડલ ભાભા શોપિંગ પાછળ ગોડાઉનમાં રહેતા કાનજીભાઈ રામજીભાઈ સુરેલા ઉવ.૨૯એ તાલુકા પોલીસ મથકમાં નીચી માંડલ ગામે રહેતા રાધે પાનની દુકાનવાળા આરોપી જીતેન્દ્રભાઈ પટેલ અને વિપુલભાઈ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે ફરીયાદી કાનજીભાઈના કાકાનો દીકરો કીરણ અને તેનો મીત્ર હીતેષ જે નીંચી માંડલ ગામે ફરીયાદી સાથે ભાભા શોપીંગની પાછળ ગોડાઉનમાં રહેતો હોય અને રાધે પાન સેન્ટરમા કામ કરતો હોય અને આરોપી જીતેન્દ્રભાઈ પટેલ તેના શેઠ સાથે પૈસાની લેતીદેતી બાબતે બોલાચાલી થતા હીતેષ તેના ગામડે ફરીયાદીનુ બાઇક લઇને જતો રહેલ હોય જેથી ગત તા.૨૦/૦૩ના રોજ બન્ને આરોપીઓ ફરીયાદી કાનજીભાઈ તથા તેના કાકાના દીકરા કીરણભાઈ પાસે આવી, કહેલ કે હીતેષને તમે કેમ ભગાડી દીધો તેમ કહી ફરીયાદી સાથે ઝપાઝપી કરી ભુંડી ગાળૉ બોલી હીતેશ બાબતે પુછપરછ કરવા માટે તેની ગાડીમાં બેસાડી તેની રાધે પાન નામની દુકાને લઈ જઈ ત્યાં ખુરેશી ઉપર બેસાડી બન્ને આરોપીઓએ કાનજીભાઈ તથા કિરણભાઈને ત્રણ કલાક સુધી ઢીકાપાટુનો મુંઢ માર તેમજ આરોપી જીતેન્દ્ર પટેલે તેના હાથમાં રહેલ લાકડાનો ધોકો ફરીયાદીને આડેધડ મારી, વાસાના ભાગે તેમજ માથાના ભાગે મંઢ ઈજા કરી તેમજ કિરણભાઈને ઢીંકાપાટુનોં મુંઢ માર મારી હાથપગ ભાંગી નાખવાની ધમકી આપી હતી, જે ફરિયાદને આધારે તાલુકા પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.