મોરબીમાં તાલુકાના ધરમપુર ગામે જૂની અદાવતનો ખાર રાખી યુવાન પર ટોળાએ જીવલેણ હુમલો કરતા સારવાર દરમિયાન મોત નિપજતા બનાવ હત્યામાં પલટાયો હતો.
મોરબીના ધરમપુર ગામે રહેતા ભરતભાઈ પરમાર નામના વ્યક્તિ પર ગામમાં જ રહેતા ઈસમો દ્વારા લાકડી પાઇપ ધોકા વડે હુમલો કરવામાં આવ્યો હતો આ બનાવમાં પત્ની ભરતભાઈના પત્ની મંજુબેન ભરતભાઈ પરમાર (ઉ.વ.૨૮) એ તેના પતિ ભરતભાઈને જૂની માથાકૂટ ચાલતી હોય તેનો ખાર રાખી આરોપી જાદવભાઈ ઉર્ફે જાદો, બેચરભાઈ ભરવાડ, બેચરભાઈ ભરવાડનો ભાઈ શલીયો ભરવાડ, મહિપતભાઈ ઉર્ફે મયલો કોળી, મયલા કોળીનો ભાઈ સંજય કોળી, બળદેવબાઈ ઉર્ફે બળીયો કોળી, બળિયા કોળીના સંબધી વાવડીથી રહેવા આવેલ તે શિવાભાઈ કોળી અને શિવાભાઈ કોળીનો દીકરો રમેશભાઈ ઉર્ફે બાબો કોળીએ હુમલો કર્યો હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી આ હુમલામાં જગદીશભાઈ અને ભરતભાઈ પરમારને માર મારતા તેને ગંભીર ઈજાઓ થતા તેને સારવાર માટે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો અને ઇજાગ્રસ્ત ભરતભાઈનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ હત્યાનાં બનાવ અંગે મૃતકના પત્નીએ નવેક શખ્સો સામે હત્યાની ફરિયાદ નોંધાવી હતી. આથી હત્યાના બનાવની ડીવાયએસપી રાધિકા ભારાઈની સુચનાથી મોરબી તાલુકા પીઆઇ એમ. આર. ગોઢાણિયાએ તપાસ ચલાવીને ગણતરીની કલાકોમાં આરોપીઓ જાદવભાઈ ઉર્ફે જાદો, બેચરભાઈ ભરવાડ, બેચરભાઈ ભરવાડનો ભાઈ શલીયો ભરવાડ, મહિપતભાઈ ઉર્ફે મયલો કોળી, મયલા કોળીનો ભાઈ સંજય કોળી,બળદેવબાઈ ઉર્ફે બળીયો કોળી, બળિયા કોળીના સંબધી વાવડીથી રહેવા આવેલ તે શિવાભાઈ કોળી અને શિવા કોળીનો દીકરો રમેશભાઈ ઉર્ફે બાબો કોળીને ઝડપી પાડ્યા હતા. ત્યારે આજરોજ પોલીસે આ બનાવનાં ફરાર આરોપી રાહુલ રમેશભાઈ ગણેશીયા ઝડપી પાડ્યો હતો અને આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.