Saturday, January 11, 2025
HomeGujaratહળવદમાં બે બાળકીઓને ટ્રેલર નીચે કચડી નાખનાર ફરાર ટ્રક ચાલક ઝડપાયો

હળવદમાં બે બાળકીઓને ટ્રેલર નીચે કચડી નાખનાર ફરાર ટ્રક ચાલક ઝડપાયો

ગત તા. ૨૫/૦૮/૨૦૨૩ના રોજ સવારના સમયે હળવદના રણજીતગઢના પાટીયા બ્રાહ્મણી નદીની કેનાલ પાસે ત્રણ લોકોને ટ્રેલર ચાલકે ઉડાડ્યા હતા. જે બાળાઓ ટ્રેલરના ટાયરમા ફસાઇ જતા તેઓને આશરે ત્રણસોથી ચારસો મીટર આગળ ઘસડી લઇ જઇ બ્રાહમણી નદીની કેનાલ ઉપર આવેલ પુલ સાથે ભટકાડી દેતાં બંને બાળકીઓનાં મોત નિપજ્યા હતા. જયારે ટ્રેલર ચાલક ફરાર થયો હતો. જે સમગ્ર મામલે હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગણતરીની કલાકોમાં આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, ગત તા. ૨૫/૦૮/૨૦૨૩ના રોજ સવારના ૦૯ વાગ્યા આસપાસ GJ-14-2-6400 નંબરનાં ટ્રેલરના ચાલકે પોતાના કબ્જાવાળું ટ્રેલર પૂરઝડપે અને બેફામ રીતે બેદરકારીથી સરેઆમ રસ્તા ઉપર ચલાવી લાવી રણજીતગઢના પાટીયા, બ્રાહ્મણી નદીની કેનાલ પાસે રોડની સાઇડમા ઉભેલા હીરાભાઇ વિરજીભાઇ પરમાર, ૧૫ વર્ષીય શર્મીલાબેન તથા ૮ વર્ષીય બીજુબેન સાથે ભટકાડતા તેઓ ટ્રેલરના ટાયરમા ફસાઇ જતા તેઓને આશરે ત્રણસોથી ચારસો મીટર આગળ ઘસડી લઇ જઇ બ્રાહમણી નદીની કેનાલ ઉપર આવેલ પુલ સાથે ભટકાડી ટ્રેલર ઉધુ પાડી દઇ તેમજ હીરાભાઇ વીરજીભાઇ પરમારને માથાના ભાગે તથા શરીરના ભાગે ગંભીર ઇજા પહોચાડી તથા શર્મીલા તથા બીજુબેનને માથાના ભાગે તથા શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોચાડી બંનેના મોત નીપજાવી અકસ્માત કરી નાશી ગયેલ હોય જેથી કાળુભાઇ નાથાભાઇ સાગીયા (રહે.મૂળ ગામ નવાબગા તા. વિસનગર જી. સાબરકાંઠા હાલ રહે.રણજીતગઢ હીરાભાઇ વિરજીભાઇ સતવારાની વાડીએ તા. હળવદ જી.મોરબી)એ હળવદ પોલીસ સ્ટેશન ખાતે ટ્રેલર ચાલક વિરુધ્ધ ફરીયાદ સખળ કરાવેલ હતી. આરોપી ટ્રેલર ચાલક અકસ્માત કરી મોરબી બાજુ ભાગી ગયેલ હોય અને તપાસ કરતા આરોપી સરકારી હોસ્પિટલ મોરબી ખાતે હોવાની માહીતી મળતા સીવીલ હોસ્પિટલ મોરબી ખાતે જઇ તપાસ કરતા આરોપી કહેરસિંગ હરદયાલસિંગ (રહે. ગામ ડુબલી પાટી ભોજો કી, તા. પટ્ટી જી. તર્ન તારન, પંજાબ) સારવાર હેઠળ હોય જેથી બે પોલીસ કર્મચારીઓને આરોપીની વોચમાં રાખી આરોપીને સારવારમાંથી રજા આપતા કહેરસિંગ હરદયાલસિંગને હળવદ પોલીસ સ્ટેશન ખાતે લાવી ધોરણસર અટક કરવામાં આવેલ છે અને હાલે આ ગુનાની તપાસ તજવીજ પોલીસ સબ ઈન્સ્પેક્ટર કે.એન. જેઠવા સંભાળી રહેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!