Saturday, January 25, 2025
HomeGujaratમોરબીનાં કેસરી હાઇટસમાં ચાલતો જુગારધામ ઝડપાયો : ૮ ઈસમોની અટકાયત

મોરબીનાં કેસરી હાઇટસમાં ચાલતો જુગારધામ ઝડપાયો : ૮ ઈસમોની અટકાયત

મોરબીમાં જુગારીઓનો રાફડો ફાટ્યો હોય તેવું લાગી રહ્યું છે. રોજબરોજ જુગાર રમતા ઈસમો પકડાવવાના બનાવો વધી રહ્યા છે. ત્યારે ગઈકાલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસની ટીમે કેસરી હાઇટસ બ્લોક નં.૨૦૨ સતનામ સોસાયટી મુનનગર મેઇન રોડ ખાતેથી રહેણાંક મકાનમાં ચાલતા જુગાર ધામને પકડી પાડી ૮ ઈસમોની અટકાયત કરી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી સીટી એ ડિવીઝન પોલીસની ટીમે ગઈકાલે મુનનગર મેઇન રોડ પર આવેલ સતનામ સોસાયટીમાં કેસરી હાઇટસ બ્લોક નં.૨૦૨ ખાતે હસમુખભાઇ રમેશભાઇ ઠોરીયાના મકાનમાં રેઈડ કરી જુગાર રમતા હસમુખભાઇ રમેશભાઇ ઠોરીયા, યોગેશભાઇ ભીમજીભાઇ પટેલ, આશીષભાઇ વિનોદભાઇ પટેલ, સંજયભાઇ હીરાભાઇ સોમૈયા, કિર્તીભાઇ ચાબેલભાઇ કોટેચા, મહેશભાઇ ધરમશીભાઇ પટેલ, ધર્મેશભાઇ દીનેશભાઇ પિત્રોડા તથા ચેતનાબેન અશોકભાઇ ગુજજરની અટકાયત કરી તેમની પાસેથી રોકડા રૂ.૧,૪૦,૮૦૦/-નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!