મોરબી તાલુકાના બેલા ગામેં આવેલ જીતવા સિરામીકની ઓરડીમાં ધમધમતા જુગારધામ પર પોલીસે રેઇડ કરી જુગાર રમતા પાંચ જુગારીઓને નવ લાખના મુદામાલ સાથે રંગે હાથ ઝડપી લીધા હતા.
મોરબીના બેલા ગામે આવેલ લોડસ હોટલની બાજુમાં જીતવા સિરામીકની ઓરડીમાં જુગારની મહેફિલ જામી હોવાની પોલીસને કાને વાત પડતા પોલીસ દોડી ગઈ હતી. જેમાં સંજયભાઇ ગણેશભાઇ વાધડીયાના કારખાનાની ઓરડીમાં જુગાર રમતા સંજયભાઇ ગણેશભાઇ વાધડીયા (ઉ.વ .૩૫ , રહે , મોરબી , રવાપર રોડ , બોનીપાર્ક ), ઉપમ ઉર્ફે ઉત્તમ રતિલાલ ઉર્ફે કેશવજીભાઇ કાચરોલા (ઉ.વ.રપ , રહે . મોરબી , ઉમા ટાઉનશીપ , તા.જી.મોરબી), સુરેશભાઇ બચુભાઇ અમૃતીયા (ઉ.વ .૫૦ , રહે . મોરબી , શનાળા રોડ , સારસ્વત સોસાયટી તા.જી.મોરબી), જયદીપભાઇ પ્રાગજીભાઇ આદ્રોજા (ઉ.વ .૨૯ , રહે . રવાપર રોડ , લક્ષ્મીનગર સોસાયટી , તા.જી.મોરબી) અને પરસોત્તમભાઇ સવજીભાઇ ભોરણીયા (ઉ.વ .૩૩ , રહે . હરીઓમ પાર્ક , હળવદ રોડ)ને પોલીસે ઝડપી લીધા હતા.પોલીસે તમામના કબ્જામાંથી રૂ .૯,૦૧,૦૦૦નો મુદામલ કબ્જે કરી આરોપી વિરુદ્ધ કાયદેશરની કાર્યવાહી હાથ ધરી છે.
આ કામગીરી એસપી સહિત ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી પીએસઆઇ ડી.વી.ડાંગર, હેડ કોન્સ્ટેબલ સુરેશભાઇ હુંબલ, નગીનદાસ નિમાવત, યોગીરાજસિંહ જાડેજા, હરેશભાઇ આગલ, મનિષભાઇ બારૈયા, જયેશભાઇ ચાવડા, કોન્સ્ટેબલ ફતેસંગ પરમાર, દિવ્યરાજસિંહ જાડેજા, રવિરાજસિંહ ઝાલા, પંકજભા ગુઢડા સહિતના દ્વારા કરવામાં આવી હતી.