Wednesday, November 20, 2024
HomeGujaratમોરબીના સમથેરવા ગામમાં આવેલ રહેણાંક મકાનમાં ચાલતો જુગારનો અખાડો ઝડપાયો : ૮...

મોરબીના સમથેરવા ગામમાં આવેલ રહેણાંક મકાનમાં ચાલતો જુગારનો અખાડો ઝડપાયો : ૮ શકુનીઓની અટકાયત.

છેલ્લા ઘણા સમયથી દરરોજ જુગાર રમતા ઈસમો પકડાવવાના બનાવો સામે આવી રહ્યા છે. પોલીસ દરોડાઓ પાડી રહી છે અને રાજ્યભરમં ઘણાં સ્થળેથી મોટી રકમ સાથે તો કેટલાક સ્થળેથી મામુલી રકમ સાથે જુગાર રમી રહેલા લોકો પકડાય છે. ત્યારે આજે મોરબી ક્રાઈમ બ્રાંચની ટીમે બાતમીના આધારે મોરબી તાલુકાના સમથેરવા ગામની સીમમાં આવેલ વાડીના રહેણાંક મકાનમાં ચાલતા જુગારધામ પર રેઇડ કરી ૮ શકુનિઓને રૂપીયા-૫,૦૫,૨૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડી જેલ હવાલે કર્યા છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી એલ.સી.બી.ની ટીમ રાજકોટ રેન્જ આઇજી અશોક કુમાર યાદવ દ્વારા દારૂ જુગારની બદી સંદતર બંધ થાય તે માટે યોજેલ સ્પેશિયલ ડ્રાઇવ અંતર્ગત અસરકારક કામગીરી કરવા પ્રયત્નશીલ હતા. દરમિયાન તેઓને બાતમી મળી હતી કે, મહાવીરસિંહ ઉર્ફે માવુભા દિલુભા ઝાલા (રહે.રંગપર તા. જી. મોરબી)ના સમથેરવા ગામની સીમમાં આવેલ વાડીના રહેણાંક મકાને બહારથી માણસો બોલાવી મહાવીરસિંહ ગેર કાયદેસર રીતે તીન પતીનો રોન પોલીસનો જુગાર રમી રમાડી સાધન સગવડ પુરી પાડી તેની અવેજમાં પોતાના અંગત ફાયદા સારૂ નાલ ઉધરાવી જુગારનો અખાડો ચલાવે છે. જે હકિકતનાં આધારે મોરબી ક્રાઈમ બ્રાંચની ટીમે સ્થળ પર રેઇડ કરતા મુખ્ય આરોપી મહાવીરસિંહ ઉર્ફે માવુભા દિલુભા ઝાલા (રહે.રંગપર તા. જી. મોરબી) તથા જુગાર રમતા કનુભાઇ નકુભાઇ ખાચર (રહે.રંગપર તા.વાંકાનેર જિ. મોરબી), પ્રવિણભાઇ વાલજીભાઇ કૃનતીયા (રહે.વરડુસર તા.વાંકાનેર જી.મોરબી),  મોમભાઇ નાથાભાઇ ડાભી (રહે.વરડુસર તા. વાંકાનેર જી,મોરબી), દાનાભાઇ બીજલભાઇ ડાભી (રહે. વરડુસર તા. વાંકાનેર જી,મોરબી), સંજયભાઇ લીંબાભાઇ બાબુતર (રહે.પીપળીયા(શુકલ) તા.જી.રાજકોટ), મુકેશભાઇ બાબુભાઇ ઉડૈસા (રહે. કડીયાણા તા. હળવદ જિ. મોરબી) અને દિલીપભાઇ દેવશીભાઇ ખીમાણીયા (રહે. રાણેકપર તા. હળવદ જિ. મોરબી) નામના કુલ ૦૮ ઇસમો જુગાર રમતા હોય જેઓની પાસેથી રોકડ રૂ.૫,૦૫,૨૦૦/- નો મુદામાલ મળી આવતા તમામ ઇસમો વિરૂધ્ધ જુગાર ધારા કલમ-૪,૫ મુજબ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરી તમામની અટકાયત કરવામાં આવી છે.

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!