હળવદ તાલુકાના રણમલપૂર ગામની મઢડી વાળી સીમમાં આવેલ વાડીમાં ચાલતા જુગારધામ પર હળવદ પોલીસે રેઈડ કરી ૧૩ ઈસમોને કુલ રૂ.૪,૬૬,૦૦૦ ના મુદામાલ સાથે અટકાયત કરીં તેમના વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કર્યો છે.
મળતી માહિતી અનુસાર, હળવદ તાલુકાના રણમલપૂર ગામે રહેતો ભાવેશ ચંદુભાઈ પટેલ રણમલપૂર ગામની મઢડી વાળી સીમમાં આવેલ પોતાની વાડીમાં બહારથી માણસોને બોલાવીને ગેરકાયદેસર રીતે ગંજી પતા વડે પૈસાની હારજીતનો તીન પતીનો રોન પોલીસનો જુગાર રમાડી સાધન સગવડ પુરી પાડી તેના બદલામાં નાલ ઉઘરાવી જુગારની ક્લબ ચલાવતો હોવાની ક્રાઇમ બ્રાન્ચ મોરબીને મળેલ બાતમીના આધારે રેઇડ કરતા ભાવેશભાઈ ચંદુભાઈ વરમોરા, ત્રિશાલભાઈ જગદીશભાઈ પારજીયા, લખમણભાઈ ધનાભાઇ ખીટ, ચંદુલાલ સવજીભાઈ પનારા, મહેશભાઈ હરિભાઈ ડાંગર, મહેશગીરી વિજેન્દ્રગીરી ગોસાઈ, હિરેનભાઈ જગદીશભાઈ દવે, ભરતભાઈ મયાભાઈ ઠુંગા, મોન્ટુભાઈ ઘનશ્યામભાઈ કૈલા, અશોકભાઈ પ્રભુભાઈ ડાંગર, યોગેશભાઈ ઉર્ફે કાનો વિનોદભાઈ વામજા, શીવાભાઈ ઉર્ફે કાળુભાઇ કરશનભાઇ વામજા અને પ્રકારભાઈ જગદીશભાઈ દવેને પૈસાની હારજીતનો જુગાર રમતા પકડી પાડી તથા તેમની પાસેથી રૂ.૪,૬૬,૦૦૦ ની રોકડ રકમ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.