મોરબી જીલ્લા એસ.પી રાહુલ ત્રિપાઠીની સુચના તેમજ ડી.વાય.એસ.પી. પી.એ.ઝાલાના માર્ગદર્શન હેઠળ પ્રોહી જુગારની બદી પર અંકુશ લાવવા સુચના કરેલ હોય જે અન્વયે કામગીરી કરતા દરમિયાન મોરબી સીટી એ ડીવીજન પોલીસની ટીમે લીલાપર રોડ પર રહેણાંક મકાનમાં જુગાર રમતા ૭ જુગારીઓને પકડી પાડ્યા હતા.
મળતી માહિતી અનુસાર, મોરબી સીટી એ ડીવીજન પોલીસની ટીમ ગઈકાલે નાઇટ પેટ્રોલીંગમા હોય દરમ્યાન તેઓને ખાનગીરાહે હકિકત મળેલ કે ઉમેદભા મનુભાઇ બાવડા (રહે.મોરબી લીલાપર રોડ ખડીયાવાસ) પોતાના રહેણાક મકાનમાં બહારથી માણસો ભેગા કરી જુગારના સાધનો પુરા પાડી પોતાના અંગત ફાયદા સારૂ નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવતા હોય જેથી હકિકત આધારે રેઇડ કરતા ઉમેદભા મનુભાઇ બાવડા, ભારૂભા લાલુભા બાવડા, દેવદાનભાઇ આયદાનભાઇ કુંભારવાડીયા, ભાવેશભાઇ જીવાભાઇ મારૂ, દેવરાજભાઇ બાબુભાઇ છુછીયા, વિક્રમભાઇ ભુપતભાઇ કાતળ તથા પ્રવીણભાઇ લાલજીભાઇ ગુડારીયા નામના ઇસમો નશીબ આધારીત ગંજીપતાના પાના પૈસા વડે જુગાર રમતા મળી આવતા રોકડ રૂ.૭૪,૬૮૦/- ના મુદામાલ સાથે અટક કરી જુગાર ધારા કલમ.૪-૫ મુજબ આરોપી વિરુધ્ધ ગુન્હો રજી કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.