તાલુકા પોલીસે જુગારના પટ્ટમાંથી રોકડા ૩.૧૮ લાખ કબ્જે કર્યા
મોરબી તાલુકાના ઘુંટુ ગામે હરીઓમપાર્ક સોસાયટીમાં ચાલતા જુગારધામ ઉપર તાલુકા પોલીસે ઐતિહાસિક રેઇડ કરી જુગાર રમતા કુલ ૨૬ પત્તાપ્રેમીઓની સ્થળ ઉપરથી અટકાયત કરી હતી. ત્યારે પોલીસે જુગાર રમતા આરોપીઓ પાસેથી રોકડા રૂ.૩.૧૮ લાખ કબ્જે કરી તમામ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર મોરબી તાલુકા પોલીસ ટીમને બાતમી મળી કે ઘુંટુ ગામમાં આવેલ હરીઓમપાર્ક સોસાયટીમાં શૈલેષભાઇ કાલરીયાના મકાનમાં રમેશભાઈ કાલરીયા બહારથી માણસો બોલાવી જુગાર રમવાના સાધનો પુરા પાડી પોતાના આર્થિક ફાયદા માટે નાલ ઉઘરાવી જુગારની મીની ક્લબ ચલાવે છે. જે મુજબની બાતમીને આધારે ઘુંટુ ગામે હરીઓમપાર્ક મકાન નં.૨૬ માં તાલુકા પોલીસ ટીમ દ્વારા રેઇડ કરતા જ્યાં તીનપત્તીનો જુગાર રમી રહેલા ૧)રમેશભાઇ પ્રભુભાઇ કાલરીયા ઉવ.૫૩ રહે-હરીઓમ પાર્ક સોસાયટી મુળરહે-સુસવાવ તા.હળવદ,
૨)પરેશભાઇ વાલજીભાઇ ફુલતરીયા ઉવ.૪૧ રહે-વાવડી રોડ જીવન જ્યોત સોસાયટી મોરબી મુળ.નાનાભેલા તા.માળીયા(મિ), ૩)મહેન્દ્રભાઇ સવજીભાઇ કાવઠીયા ઉવ.૪૦ રહે-મહેન્દ્રનગર, ૪)વિશાલભાઇ નંદલાલ કાલરીયા ઉવ.૩૫ રહે-હરીઓમ પાર્ક સોસાયટી ઘુંટુ ગામ, ૫)ચિરાગભાઇ રમેશભાઇ ત્રેટીયા ઉવ.૨૮ રહે-વસ્ત્રાલ અમદાવાદ શહેર મુળરહે-રણમલપુર તા.હળવદ, ૬)હર્ષદભાઇ રમેશભાઇ રાણીપા ઉવ.૩૨ રહે-ઓમ પાર્ક સોસાયટી નાની કેનાલ રોડ મોરબી મુળરહે-રામગઢ કોયલી, ૭)ધવલભાઇ ઇશ્વરભાઇ કૈલા ઉવ.૨૩ રહે-ફલેટ નંબર -૪૦૩ હરીગુણ સોસાયટી મહેન્દ્રનગર ચોકડી મોરબી-૦૨, ૮)પિયુષભાઇ પરસોત્તમભાઇ બોડા ઉવ.૪૦ રહે-હરીપાર્ક સોસાયટી જી-૪૩ ઘુંટુ તા.જી.મોરબી મુળરહે-મોરજર જી.દેવભુમી દ્રારાકા, ૯)અમિતભાઇ મણીલાલ રાજપરા ઉવ.૩૦ રહે-ફેલટ નંબર ૧૦૩ હરીકુંજ સોસાયટી મહેન્દ્રનગર ચોકડી મોરબી-૦૨, ૧૦)મણીલાલ ચત્તુરભાઇ કુંડારીયા ઉવ.૪૩ રહે-ફ નંબર ૧૦૨ આઇ શ્રી હાઇટસ એસ.પી.રોડ મોરબી-૦૧ મુળરહે-નીચી માંડલ, ૧૧)કાંતીલાલ વાલજીભાઇ કાલરીયા ઉવ.૫૩ રહે-ઉમીયાનગર તા.હળવદ, ૧૨)રાજેશભાઇ ચંદુભાઇ કાલરીયા ઉવ.૩૭ રહે-ઉમીયાનગર તા.હળવદ, ૧૩)મનસુખભાઇ રૂગનાથભાઇ નંદાણીયા ઉવ.૪૭ રહે-નસીતપર (રામનગર) તા.ટંકારા, ૧૪)શૈલેષભાઇ ભગવાનભાઇ સાણદિયા ઉવ.૪૭ રહે-જનકનગર વાવડીરોડ, ૧૫)રવીભાઇ જયતીભાઇ કાલરીયા ઉવ.૩૦ રહે-ઉમિયાનગર તા.ટંકારા, ૧૬)ભાવીકભાઇ પ્રવીણભાઇ ઓરીયા ઉવ.૩૨ રહે.વૃંદાવન પાર્ક સામાકાંઠે મોરબી, ૧૭)પરેશભાઇ સુંદરજીભાઇ પટેલ ઉવ.૪૦ રહે.ટંકારા જુના ગામ, ૧૮)નીલેશભાઇ ઠાકરશીભાઇ અઘારા ઉવ.૩૦ રહે.મહાવીર હાઇટ નાની કેનાલ મોરબી, ૧૯)સાગરભાઇ લવજીભાઇ અઘારા ઉવ.૨૯ રહે.નાની વાવડી બજરનગર સોસા., ૨૦)રામજીભાઇ ભવાનભાઇ વરમોરા ઉવ.૪૩ રહે.હરી ઓમ પાર્ક સી ૪૫ ઘુંટૂ રોડ, ૨૧)જગદીશભાઇ પ્રભુભાઇ અઘારા ઉવ.૨૯ રહે.જેતપર તા.જિ મોરબી, ૨૨)હરેશભાઇ ગણેશભાઇ મંડાણી ઉવ.૩૪ રહે.રામનગર નાના રામપર, ૨૩)જનકભાઇ અરજણભાઇ મેરજા ઉવ.૩૪ રહે.નીરવ પાર્ક પંચાસર રોડ, ૨૪)બ્રીજેશભાઇ અમૃતલાલ કૈલા ઉવ.૩૦ રહે.મહેંદ્રનગર, ૨૫)અમૃતભાઇ મહાદેવભાઇ સીતાપરા ઉવ.૪૬ રહે.હરીઓમ પાર્ક એફ ૧૬ ઘુંટુ રોડ, ૨૬)પીયુષભાઇ રણછોડભાઇ પટેલ ઉવ.૩૨ રહે.રવાપર એસ પી રોડ આઇ શ્રી હાઇટ એપાર્ટ્મેંટવાળાને રોકડા રૂ. ૩.૧૮ લાખ સાથે ઝડપી લેવામાં આવ્યા છે.