Tuesday, January 7, 2025
HomeGujaratધ્રાંગધ્રામાં સોલાર પ્રોજેક્ટ વાયર ચોરી તેમજ ટ્રાંસફોર્મર ચોરી કરતી ટોળકી ઝડપાઇ

ધ્રાંગધ્રામાં સોલાર પ્રોજેક્ટ વાયર ચોરી તેમજ ટ્રાંસફોર્મર ચોરી કરતી ટોળકી ઝડપાઇ

સુરેન્દ્રનગર જિલ્લા એસ.પી. ડૉ.ગીરીશ પંડ્યાએ સુરેન્દ્રનગર જિલ્લામાં નાસતા-ફરતા આરોપીઓને પકડી પાડવા તથા એચ.એસ./એમ.સી.આર.ચેક કરવા તથા મિલકત સબંધી આરોપીઓ ચેક કરવા તથા ચોરી કે છળકપટથી મેળવેલ ચોર મુદ્દામાલ શોધી કાઢવા તેમજ અનડીટેકટ ગુન્હા ડીટેક્ટ કરવા અંગે ખાસ સુચના કરેલ હોય જે સુચના આધારે કામગીરી કરતા દરમિયાન ધ્રાંગધા તાલુકા પોલીસ દ્વારા સોલાર પ્રોજેક્ટ વાયર ચોરી તેમજ ટ્રાંસફોર્મર ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી કાઢી ચોરાયેલ મુદ્દામાલ સાથે સાત ઈસમોને પકડી પાડ્યા છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનની ટીમ આજે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમા હતી. તે દરમ્યાન કલ્પના ચોકડી ખાતે ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, વાયર ચોરીનો વાયર કેટલાક ઇસમો રીક્ષા તથા મોટર સાઇકલમાં લઇ નીકળવાના હોય જે હકીકત આધારે વોચ તપાસમા રહેતા જી.જે.૨.ટી.ટી.૭૭૭૨ નંબરની એક ઓટો રીક્ષા તથા જી.જે.૧૩ એસ.એસ.૪૭૦૩ નંબરની એક મોટર સાયકલ આવતા રીક્ષા તથા મોટરસાકલ ઉભુ રખાવેલ જે મોટરસાયકલની ઝડતી કરતા તેમા વચ્ચે કોથળામા વાયર ભરેલ હતો. તેમજ રિક્ષામા પાછળની સીટ પાસે ત્રણ મીણીયાના કોથળામાં મોટી કોપરની કોયલો તથા બીજા બે કોથળામાં કોપરના નાના નાના કટકા ભરેલ હતા. જે વાયર અંગે મજકુર ઇસમો મહેંદ્રભાઇ ઉર્ફે ડટો રમણીકભાઇ તાજપરીયા, ગોવિંદભાઇ ઉર્ફે નાનો જશુભાઇ ધાંગધરીયા, સાહીલ ઉંર્ફે બુચીયો જશુભાઇ ધાંગધરીયા, મોહીત ઉર્ફે મફો જશુભાઇ ધાંગધરીયા, અક્ષયભાઇ ઉર્ફે ભુવાજી અરવીંદભાઇ ચોરસીયા, સબીર ઉર્ફે સબલો અકબરભાઇ સંધી તથા વિરમભાઇ ગાંડાજી ડેડણીયાને પુછપરછ કરતા ગલ્લા તલ્લા જવાબ આપવા લાગેલ તેમજ મુદ્દામાલ અંગેકોઇ સંતોષકારક ઉત્તર આપેલ નહી તેમજ આ મુદ્દામાલના કોઇ બીલ કે આધાર પુરાવા રજુ કરેલ ન હોય જેથી આ મુદ્દામાલ ચોરી અથવા છળકપટ કરી લિધેલ હોવાનું જણાઈ આવતા પ્રાથમીક ઢબે યુક્તી પ્રયુક્તીથી વધુ પુછપરછ કરતા મોટરસાયકલમા બેસેલ ઇસમોને તેઓના પાસેના કોથળામા રહેલ વાયર બાબતે પુછતા મહેન્દ્ર ઉર્ફે ડટો રમણીકભાઇ તાજપરીયા ભાંગી પડેલ અને જણાવેલ કે આ વાયર તેને તથા તેની સાથે ગોવિદ ઉર્ફે નાનકો જશુભાઇ ચનાભાઇ ધ્રાંગધરીયા તથા સાહીલ ઉર્ફે બુચીયો જશુભાઇ ધાંગધરીયા તથા મોહીત ઉર્ફે મફો જશુભાઇ ધાંગધરીયાએ સાથે મળીને આસરે બે મહિના પહેલા રાત્રીના સમયે સોલડી ગામે સોલાર પ્લાંટમાથી વાયરની ચોરી કરેલી હતી. જે વાયર સળગાવી અને તેમાથી કોપર વાયર અલગ કાઢેલ છે. તે આ કોથળામાં વાયર છે. તે વાયર હોવાનુ જણાવેલ તેમજ રીક્ષામાં રહેલ ત્રણ મીણીયાના કોથળામાં મોટી કોપરની કોયલો તથા બીજા બે કોથળામાં કોપરના નાના નાના કટકા વાળો મુદામાલ બાબતે પુછતા મહેન્દ્ર ઉર્ફે ડટો રમણીકભાઇ તાજપરીયા એ જણાવેલ કે આ મુદામાલ રાજપર ગામની સીમમાં આવેલ અલગ-અલગ વાડીએથી ઇલેકટ્રીક ટી.સીમાંથી કાઢેલાનુ જણાવેલ જે તમામ રૂ.૧,૦૧,૬૦૦/- નો મુદામાલ તપાસ અર્થે કબ્જે કરી તેમજ સાતેય ઇસમોને ધોરણસર ગુન્હાના કામે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અટક કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!