ગર્ભસંસ્કારથી સંસ્કારી ભવિષ્યની રચના:પ્રોજેક્ટ ‘અભિમન્યુ’ હેઠળ ૩૦ સગર્ભા માતાઓ ગર્ભસંસ્કાર વિધિમાં જોડાયા.
મોરબી જીલ્લાના માળીયા તાલુકાના વવાણીયા ગામમાં ‘અટલ સ્વાન્ત: સુખાય યોજના’ હેઠળ ગર્ભસંસ્કાર માટે પ્રોજેક્ટ અભિમન્યુનો આરંભ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં ૩૦ સગર્ભા માતાઓએ ગાયત્રી પરિવાર દ્વારા ગર્ભસંસ્કાર વિધિ કરી હતી. જે બાદ આરોગ્ય વિભાગ દ્વારા તમામ સગર્ભા માતાઓની તબીબી તપાસ કરવામાં આવી હતી. તદુપરાંત, આશરે ૨૦૦ સગર્ભા મહિલાઓ માટે ત્રણ મહિના સુધી પૌષ્ટિક સુખડી વિતરણની શરૂઆત માતૃ શ્રી રામબાઈ માં મંદિરના યજમાન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી હતી.
મોરબી:અટલ સ્વાન્ત: સુખાય યોજના અંતર્ગત ગર્ભ સંસ્કાર એટલે આવનારા બાળકના ગુણોને પાયામાંથી શીખ અપાવી. આપણા શાસ્ત્રોમાં ૧૬ સંસ્કારની વાત કરવામાં આવી છે, તેમાનો એક સંસ્કાર એટલે ગર્ભ-સંસ્કાર, ત્યારે મોરબી જીલ્લા વિકાસ અધિકારી જે. એસ. પ્રજાપતિ તેમજ નાયબ જીલ્લા વિકાસ અધિકારી એસ.સી ભટ્ટના માર્ગદર્શન હેઠળ અટલ સ્વાન્ત: સુખાય યોજના અંતર્ગત પ્રોજેક્ટ અભિમન્યુ શરૂ કરવામાં આવેલ છે.
માળીયા ઘટકના વવાણીયા ગામે માતૃ શ્રી રામબાઇ માં મંદિર વવાણીયાની જગ્યામાં તારીખ ૩ એપ્રિલના રોજ ગર્ભ-સંસ્કાર કાર્યક્રમનું આયોજન જીલ્લા વિકાસ અધિકારી જે એસ પ્રજાપતિના અધ્યક્ષ સ્થાને અને માતુશ્રી રામબાઈમાં જગ્યાના સંતશ્રી પ્રભુદાસ મંદિરના પ્રમુખ જશુભાઈ રાઠોડ ઉપપ્રમુખ જેસંગભાઈ હુંબલ ટ્રસ્ટી જેઠા ભાઈ મિયાત્રા ખજાનચી મેણદ ભાઈ ડાંગર તથા ટ્રસ્ટી ગણો તથા જીલ્લા પ્રોગ્રામ ઓફિસર મયુરીબેન એચ. ઉપાધ્યાય, RCHO સંજય શાહ, માળીયા તાલુકા વિકાસ અધિકારી ભૌમિક ચૌધરી, બાળ વિકાસ યોજના અધિકારી ઉષાબેન ભીમાણી, મેડીકલ ઓફીસર તથા માળીયા આઈ.સી.ડી.એસ. શાખાના સ્ટાફ દ્રારા આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં માળીયા ઘટકના સર્વ ધર્મોના ૩૦ સગર્ભા માતાએ સંસ્કારી બાળકો માટે ગર્ભસંસ્કારની વિધિ ગાયત્રી પરિવારના સભ્યો દ્વારા કરાવવામાં આવેલ, તેમજ આરોગ્ય વિભાગ દ્વારા સગર્ભા માતાઓની આરોગ્ય તપાસ કરાવવામાં આખી હતી. સગર્ભા મહિલાના સારા સ્વાસ્થય માટે પ્રોજેક્ટ અભિમન્યુ અંતર્ગત માળીયા ઘટકની આશરે ૨૦૦ સગર્ભા મહિલા લાભાર્થીને અઠવાડિયામાં એક વાર તેમ ૩ મહિના સુધી સુખડી આપવાની હોય તે હેતુંથી આજે અન્નપૂર્ણા દેવી માતુશ્રી રામબાઈ માં મંદિર વવાણીયા ટ્રસ્ટ દ્રારા મંદિરની જ ગૌશાળાના શુદ્ધ ગાયના ધી માંથી તૈયાર કરી સુખડી સગર્ભા મહિલાઓને અર્પણ કરી મુખ્ય દાતા બની ઉતમ ઉદાહરણ પૂરું પાડેલ છે. તદપરાંત માતુશ્રી રામબાઈમાં મંદિર વવાણીયા અનેક સેવાકીય પ્રવૃતિ કરવામાં આવે છે તેમાં મેડિકલ કેમ્પ તથા મેડિકલ સાધનો વિનામૂલ્ય વિતરણ તેમજ બારે માસ અન્નશ્રેત્ર ચાલુ રાખી તેમજ ગૌશાળા અને પક્ષી માટે અનેક પ્રવૃતિ અને સેવા કાર્ય કરવામાં આવે છે.