ધોડાધ્રોઈ સિંચાઇ યોજના દ્વારા હેઠવાસના ગામોને ચેતવણી સંદેશ આપવામાં આવ્યો
મોરબી તાલુકામાં આવેલ ઘોડધ્રોઇ ડેમ ૧૦૦ ટકા ભરાઈ જતા રૂલ લેવલ જાળવવા ડેમનો એક દરવાજો ૦.૦૨મીટર ખોલવામાં આવી ડેમનું પાણી નદીમાં છોડવામાં આવ્યું છે. ત્યારે છે ત્યારે નદીના પટ્ટમાં અવર જવર કરતા લોકો તેમજ હેઠવાસમાં આવતા મોરબી તાલુકાના અને માળીયા(મી) તાલુકાના કુલ ૧૦ ગામોને સિંચાઈ વિભાગ દ્વારા ચેતવણી સંદેશ આપવામાં આવેલ છે.
મોરબી તાલુકાના ઝીકીયારી ગામ પાસે આવેલ ધોડાધ્રોઈ સિંચાઇ યોજનામાં રૂલ લેવલ મુજબનું ૧૦૦ ટકા પાણી ભરાઇ ગયેલ છે. તે ઉપરાંત હજુ પાણીની આવક ચાલુ હોય ત્યારે વધારાનું પાણી નદીમાં છોડવાની જરૂરિયાત ઉભી થયેલ છે. જેથી ઘોડધ્રોઇ સિંચાઈ વિભાગ દ્વારા ડેમનો એક દરવાજો ૦.૦૨ મીટર ખોલવાના આવ્યો છે. ત્યારે નીચાણવાસમાં આવતા મોરબી તાલુકાના (૧)ઝીકીયારી (૨)ચકમપર (૩)જીવાપર (૪)જસમતગઢ (૫)શાપર (૬)જેતપર,મચ્છુ (૭)રાપર તથા માળિયા(મીં) તાલુકાના (૧)માણબા (૨)સુલતાનપુર (૩)ચીખલી એમ કુલ ૧૦ ગામોને
તકેદારીના પગલા લેવા તેમજ નદીના પટમાં અવર જવર ન કરવા સુચના આપવામાં આવી છે.