મોરબીના જુના સાદુળકા નજીક આવેલ મચ્છુ ૩ સિંચાઈ યોજનામાં રૂલ લેવલ મુજબનું પાણી ભરાઈ ગયું છે. અને પાણીની આવક ચાલુ હોય વધારાનું પાણી નદીમાં છોડવાની જરૂરિયાત ઉભી થતા ડેમનો એક દરવાજો અડધો ફૂટ ખોલવામાં આવ્યો છે.જેથી નદીમાં પટ્ટ વિસ્તારમાં તેમજ નીચાણવાળા વિસ્તારના લોકોને એલર્ટ કરાયા છે.
મળતી માહિતી અનુસાર, મોરબીના જુના સાદુળકા નજીક આવેલ મચ્છુ ૩ સિંચાઈ યોજનામાં રૂલ લેવલ મુજક પાણી ભરાઈ ગયું હોવા છતાં પાણીની આવક થતાં એક દરવાજો અડધો ફૂટ ખોલવામાં આવ્યો છે જેથી મોરબી તાલુકાના ગોર ખીજડીયા, વનાળીયા, માનસર, નારણકા, નવા સાદુળકા, જુના સાદુળકા, રવાપર (નદી), ગુંગણ, જુના નાગડાવાસ, નવા નાગડાવાસ, અમરનગર, બહાદુરગઢ અને સોખડા એમ ૧૩ ગામો તેમજ માળિયા તાલુકાના દેરાળા, મેઘપર, નવાગામ, રાસંગપર, વીરવિદરકા, માળિયા (મી.) હરીપર અને ફતેપર એમ આઠ ગામો મળીને બે તાલુકાના કુલ ૨૧ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. જેથી હેઠવાસમાં આવતા ગામોને તકેદારીના પગલા લેવા અને નદીના પટમાં અવરજવર ન કરવા સુચના આપવામાં આવી છે.