ઓબ્ઝર્વરને ચૂંટણી ખર્ચને લગતી કોઈ પણ ફરિયાદ/રજૂઆત સર્કીટ હાઉસ ખાતે રૂબરૂ મળીને કરી શકાશે
વિધાનસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૨ આદર્શ આચારસંહિતા અમલી છે. નિષ્પક્ષ, ન્યાયી અને મુક્ત રીતે ચૂંટણી પૂર્ણ થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણીપંચના દિશાનિર્દેશ મુજબ વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે. આ કામગીરીના ભાગરૂપે મોરબી જિલ્લામાં તમામ વિધાનસભા બેઠકો પર જનરલ ઓબ્ઝર્વર, ખર્ચ ઓબ્ઝર્વર અને પોલીસ ઓબ્ઝર્વરની નિમણુક કરવામાં આવી છે.
મોરબી જિલ્લાની ૬૫-મોરબી વિધાનસભા મતવિસ્તાર અને ૬૬-ટંકારા વિધાનસભા મતવિસ્તાર માટે જનરલ ઓબ્ઝર્વર તરીકે મણિરામ શર્મા, IASની નિમણુક કરવામાં આવી છે. જેમનો સંપર્ક મો. ૯૬૩૮૫ ૩૦૦૬૫, લેન્ડલાઈન નંબર ૦૨૮૨૨- ૨૯૯૪૩૦, સર્કીટ હાઉસ, રૂમ નં- ૪, મોરબી ખાતે સવારે ૧૦:૩૦ થી ૧૧:૦૦ સુધીમાં થઇ શકશે.૬૭-વાંકાનેર વિધાનસભા મતવિસ્તાર માટે જનરલ ઓબ્ઝર્વર તરીકે રામચંદ્રન આર.,IASની નિમણુક કરવામાં આવી છે. જેમનો સંપર્ક મો. ૯૬૩૮૫ ૩૦૦૬૭, લેન્ડલાઈન નંબર ૦૨૮૨૨- ૨૯૯૪૨૯, સર્કીટ હાઉસ, રૂમનં-૩, મોરબી ખાતે સવારે ૧૦:૩૦ થી ૧૧:૦૦ સુધીમાં થઇ શકશે. ખર્ચ ઓબ્ઝર્વર તરીકે સિધ્ધાર્થ દાંગી, IRASની નિમણુક કરવામાં આવી છે. જેમનો સંપર્ક મો.૯૬૩૮૮ ૫૦૦૬૩, લેન્ડલાઈન નંબર ૦૨૮૨૨- ૨૯૯૪૨૮, સર્કીટ હાઉસ, રૂમ નં- ૨, મોરબી ખાતે સાંજે ૦૭:૦૦ થી ૦૮:૦૦ સુધીમાં થઇ શકશે.
આ મત વિસ્તારોના નાગરિકો ચૂંટણી ખર્ચને લગતી કોઈ પણ ફરિયાદ/રજૂઆત તેમને કરી શકે છે તેમ મોરબી નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એસ.એમ.કાથડની યાદીમાં જણાવાયું છે.