ગઈકાલે બાબા આંબેડકર જયંતી અનુસધાને હળવદ પોલીસની ટીમ રેલી બંદોબસ્તમાં હોય જે દરમીયાન સરનાકા ખાતે હળવદ SHE TEAM ને પરીવારથી વિખુટી પડેલ એક નાની બાળકી મળી આવતા પોલીસે તેના માતા-પિતાની શોધખોળ હાથ ધરી ફરી તેનાં માતા-પિતા સાથે મિલન કરાવ્યું હતું.
મળતી માહિતી મુજબ, મોરબી જિલ્લા એસ.પી રાહુલ ત્રિપાઠીની સૂચના અને ડી.વાય.એસ.પી. પી.એ. ઝાલા તથા પી.એસ. ગૌસ્વામીના માર્ગદર્શન હેઠળ મોરબી જીલ્લાના હળવદ પોલીસ સ્ટેશનમાં SHE TEAM દ્વારા મહિલા તથા બાળકો તથા સિનીયર સીટીઝન લગતી કામગીરી કરવાની સુચના હોય જે અંર્તગત ૧૪ મી એપ્રિલ બાબા આંબેડકર જયંતી અનુસધાને હળવદ રેલી બંદોબસ્તમાં હોય જે દરમ્યાન સરનાકા ખાતે હળવદ SHE TEAM દ્વારા એક નાની બાળકી આશરે ત્રણ થી ચાર વર્ષની એકલી ઉભી ઉભી રડતી જોવામાં આવતા તેની પાસે જઈ સંવેદનશીલતા અને પ્રેમથી તેની પુછપરછ કરતા પોતે પોતાનું નામ પુનમ તથા તેના પિતાનુ નામ વિઠ્ઠલભાઇ તથા માતાનુ નામ પારસાબેન રહેવાસી મુન્દ્રા સર્કલ ગાધીધામ જણાવતી હોય અને પોતે તેની માતાથી વિખુટી પડી ગયેલ તેમ જણાવી હોય જેથી તુરંત જ SHE TEAM ના માણસો દ્રારા હળવદ થાણા અધિકારીને જાણ કરી તેઓના માર્ગદશન મેળવી ગાંધીધામ કંટ્રોલ રૂમ કોન્ટેક્ટ કરી આ બાબતે વાત કરી તેઓ મારફતે આદીપુર ના પોલીસ કર્મચારી વિક્રમસિંહનો કોન્ટેક્ટ કરી આ બાળકીના પિતા વિઠ્ઠલભાઇ નો કોન્ટેક્ટ કરી તેઓને હળવદ પોલીસ સ્ટેશન ખાતે બોલાવી ડોક્યુમેન્ટ તેમજ બાળકી દ્વારા ખરાઇ ખાતરી કરતા બાળકીની માતા પારસાબેન પહેલા મુન્દ્રા સર્કલ ગાધીધામ રહેતા હતા અને તેઓ હાલ પરેશવાળી મેલડી માતાના મંદિર પાસે ધ્રાગધ્રા રહે છે.અને આજરોજ તેઓ હળવદ ખાતે પ્લાસ્ટિકના ટેબ-ડોલની ફેરી કરવા હળવદ આવતા પોતાનાથી પોતાની બાળકી વીખુટી પડી ગયેલાનુ જણાવેલ હોય અને આવી માનવીય કામગીરી બદલ હળવદ પોલીસનો ભાવનાત્મક રીતે આભાર માનવામાં આવ્યો હતો. તેમજ હળવદ SHE TEAM એ આ બાબતે મોરબી જીલ્લા ચાઇલ્ડ વેલ્ફેરના ચેરમેનને ટેલીફોનથી જાણ કરી તેમની મંજુરી મેળવી બાળકીને તેના માતાને સોપવામાં આવેલ છે.