Friday, May 2, 2025
HomeGujaratમિતાણા નેકનામ રોડ પર પવનચક્કીનો મહાકાય પાઇપ ધડામ દઈને પડ્યો:રોડ પરથી અડચણ...

મિતાણા નેકનામ રોડ પર પવનચક્કીનો મહાકાય પાઇપ ધડામ દઈને પડ્યો:રોડ પરથી અડચણ દૂર કરવા રાહદારીઓની માંગ

મિતાણા નેકનામ રોડ ઉપર પવનચક્કીનો મહાકાય પાઇપ એકાએક ધડામ દઈને ટેન્કર માથી નીચે પટકાઈ ગયો હતો.જે ઘટના મોરબી રાજકોટ ટ્રાફીકથી ધમધમતા રોડ પર બની હતી.જો કે સદનસીબે જાનહાનિ ટળી હતી. પંરતુ ઘટનાના કલાકો વિત્યા છતાં રોડ ઉપરથી અડચણ દુર કરવા પવનચક્કીના કોન્ટ્રાક્ટરે જરા પણ તસ્દી લીધી નથી. જેને કારણે લોકો પર અને રાહદારીઓ પર અકસ્માતનો ભય ઝઝૂમી રહ્યો છે.

- Advertisement -
- Advertisement -

મિતાણા નેકનામ રોડ ઉપર પવનચક્કીનો મહાકાય પાઇપ ધડામ દઈને ટેન્કરમાથી નીચે રોડ પર પટકાઈ ગયો હતો.જે ઘટનાના કલાકો વીત્યા બાદ પણ કોન્ટ્રાકટર દ્વારા તેને રોડ પરથી દૂર કરવાની થોડી પણ તસ્દી લીધી ન હતી. પવનચક્કીનો પાઇપ મિતાણા નેકનામ રોડ ઉપર હમીરપર નજીક પહોંચતા ધોર બેદરકારીને કારણે હેવી પાઇપ ગાડીના તાણીયા તોડી રોડ ઉપર ખાબકતા અકસ્માત સર્જાયો હતો. જો કે સદનસીબે કોઇ જાનહાની થઇ ન હતી. પરંતુ આ ધટના પગલે મોટી દુર્ઘટના સર્જાઈ એ પહેલા આવી બેદરકારી દાખવનાર વિરુદ્ધ કાર્યવાહી કરવા રાહદારીઓ માંગ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ટ્રાફિકથી ધમધમતા રાજકોટ મોરબી રોડથી મિતાણા ચોકડી તરફ આગળ વધતા આ ધટના બની છે. જો વાહનોની અવરજવર વચ્ચે આ બનાવ બન્યો હોત તો ? તેવો સવાલ ઉઠી થયો છે. તે વચ્ચે પણ સૌથી વધુ મહત્ત્વની વાત એ છે કે ટંકારા પોલીસે ઘટના અંગે પંચનામું કરી ક્રેન દ્વારા આ પાઇપ દુર કરવા સુચના આપી અન્ય કોઈ કાર્યવાહી ન કરતા ઘટનાના ૨૪ કલાક બાદ પણ આ બાબતે કોન્ટ્રાક્ટરે કોઈ કાર્યવાહી ન કરતા રાહદારીઓ ત્રાહિમામ પોકારી ઉઠયા છે..જેથી વહેલી તકે આ પાઇપ દૂર કરી લોકોને અક્સ્માતના ભય માંથી બહાર લાવવા નક્કર કાર્યવાહિ કરે તેવી રાહદારીઓ માંગ કરી રહ્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!