હળવદ તાલુકાના દીઘડીયા ગામની વાડીમાં ૧૭ વર્ષીય સગીરાએ વતનમાં નક્કી કરેલ સગાઈ ન થતા જે બાબતનું લાગી આવતા સાડી વડે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. બનાવ બાબતે હળવદ પોલીસે અ.મોતની નોંધ કરી છે.
હળવદ તાલુકાના દીઘડીયા ગામની સીમમાં તરૂણભાઈ પટેલની વાડીમાં રહેતી ૧૭ વર્ષીય યુવતી સરોજબેન જગદીશકુમાર ફતેસિંહ નાયક જે મૂળ પંચમહાલ જીલ્લાના હાલોલ તાલુકાના કંસારાવાવ ગામની વતની છે, તેણીની આજથી આશરે પાંચ મહિના પહેલા પોતાના વતન નજીકના ગામના એક યુવક સાથે સગાઈ નક્કી કરી હતી, પરંતુ બાદમાં તે સગાઈ ન થતા, જે બાબતનું લાગી આવતા ગઈકાલ તા.૩૧/૧૦ના રોજ તરૂણભાઈ પટેલની વાડીની ઓરડીમાં પતરાને સપોર્ટ આપતી લોખંડની એંગલ સાથે સાડી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. ત્યારે હળવદ પોલીસે મૃત્યુના બનાવ અંગે મૃતકના પિતા પાસે પ્રાથમિક વિગતો મેળવી અ.મોતની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.









