મોરબીના જોધપર(નદી) ગામમાં સંજનાબેન નામની યુવતીએ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા નાના એવા ગામમાં ચકચાર મચી ગઇ હતી. હાલ મૃત્યુના બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અ.મોતની નોંધ કરી છે.
મોરબી તાલુકાના જોધપર(નદી) ગામમાં એક દુઃખદ બનાવ બન્યો છે, જેમાં સંજનાબેન નંદલાલભાઈ રાજપરા નામની યુવતીએ કોઈ અગમ્ય કારણોસર પોતાના રહેણાંક મકાને રૂમ બંધ કરી પંખા સાથે સાડી બાંધી ગળેફાંસો ખાઈ લેતા તેણીનું મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે તાલુકા પોલીસે મૃતકના પિતા નંદલાલભાઈ ઠાકરસીભાઈ રાજપરા પાસે પ્રાથમિક વિગત મેળવી અ.મોત રજીસ્ટર કરી આગળની તપાસની તજવીજ હાથ ધરી છે.









