મોરબી તાલુકામાં આવેલા મકનસર ગામે એક યુવતીએ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાની દુઃખદ ઘટના સામે આવી છે. પ્રાપ્ત વિગતો મુજબ રીયાબેન બિપીનભાઈ પાડે રહે. મકનસર ગામ વાળી દ્વારા ગઈકાલ તા. ૦૩/૦૩/૨૦૨૬ના રોજ પોતાના રહેણાંકમાં અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. બનાવની જાણ થતા પરિવારજનો દ્વારા તેમને તાત્કાલિક સરકારી હોસ્પિટલ મોરબી ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. મૃત્યુના બનાવ અંગે તાલુકા પોલીસે અ. મોતની નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.









