મોરબીમાં આશરે દોઢ વર્ષ પહેલા ગ્રીન ચોક વિસ્તારમાં રહેતી ૨૩ વર્ષીય યુવતી ઘરેથી શાક લેવા જવાનું કહી ગુમ થઈ ગયેલ હોય જે યુવતીને મોરબી સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા શોધી સહી સલામત પરત લાવવામાં આવી પરિવારને સોંપી હતી. લાપતા યુવતી હેમખેમ પરત આવી જતા એ ડિવિઝન પોલીસે અને પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ મોરબીના ગ્રીન ચોક વિસ્તારમાં રહેતી યુવતી ગત તા.૨૨ એપ્રિલ ૨૦૨૩ ના રોજ સવારના ૯ વાગ્યાની આસપાસ પોતાના ઘરેથી શાક લેવા જવાનું કહી નીકળી ગયા બાદ રહસ્યમય સંજોગોમાં લાપતા થતા પરિવાર દ્વારા યુવતીની શોધખોળ શરૂ કરી હતી ત્યારે યુવતીના કોઈ સગડ ન મળતા તેમના ભાઈ દ્વારા સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુમસુધા નોંધ કરી ગુમ થયાની અલગ અલગ દિશામાં યુવતીની ભાળ મેળવવા શોધખોળ શરૂ કરી હતી.
ત્યારે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હોય ત્યારે ગઈકાલ તા. ૦૨ સપ્ટે. ૨૦૨૪ના રોજ એ ડિવિઝન પોલીએ યુવતીને શોધવામાં સફળતા મળી હતી ત્યારે પોલીસે પરિવારને જાણ કરી યુવતીના પરિવારજનોને પોલીસ મથક ખાતે બોલાવવામાં આવ્યા હતા. ત્યારે લાપતા યુવતી પોતાની માતા સાથે જવાનું કહેતા યુવતીને તેની માતાને સોંપી આપવામાં આવી હોવાનું યાદીમાં જણાવવામાં આવ્યું છે.