ગુજરાતમાં સરકારી નોકરીની તૈયારી કરતાં રાજપુત સમાજ અને કાઠી ક્ષત્રિય સમાજના ઉમેદવારો માટે સારા સમાચાર છે. ભારતીય થલ સેના દ્વારા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના આવનાર સમયમાં ભરતીઓ માટે તૈયારી કરતા યુવાનો માટે ૨૧ દિવસીય ભવ્ય તાલીમ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
ભારતીય થલ સેનાનાં પ્રવિણસિંહજી ઝાલાના જણાવ્યા અનુસાર, કેન્દ્ર અને રાજ્ય સરકારના આવનાર સમયમાં ભરતીઓ માટે તૈયારી કરતા રાજપુત સમાજ અને કાઠી ક્ષત્રિય સમાજના દીકરાઓ માટે ૨૧ દિવસીય ભવ્ય તાલીમ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ફેબ્રુઆરીના શરૂઆતમા ભારતભરના ૧૦૦૦ રાજપૂત સમાજના દીકરાઓ માટે ભવ્ય ૨૧ દિવસીય તાલીમ કેમ્પની તૈયારીઓ માટે ગુજરાત રાજપૂત સમાજના ખૂણે ખૂણે વસતા દરેક વ્યક્તિને સમાજના ઉત્થાનને સમર્પિત આ ભવ્ય કેમ્પમા પોતાનું મહાયોગદાન આપવા આહવાન કરવામાં આવ્યું છે. આ કેમ્પને સફળ બનાવવા રાજપૂત સમાજના તલાટીથી લઈને કલેકટર સુધી પોલીસ કર્મચારીથી લઈને આઈ.પી.એસ અને સમાજના શિક્ષિત દરેક લોકોનો સાથ સહકાર અને સૂચન આવકાર્ય છે.
વધુમાં પ્રવિણસિંહજી ઝાલા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, હાલ જે આપણને ગ્રાઉન્ડ મળ્યું છે. એની જગ્યા થોડી નાની હોય તો પોતાની માલિકી અથવા સમાજની કોઈ સારી જગ્યા હોઈ ગાંધીનગર, જામનગર, ભાવનગર સુ.નગર, મોરબી, કચ્છ, રાજકોટ, આ જિલ્લામાં પહેલા પ્રાધાન્ય હોય તો સમાજના આ મહાયજ્ઞમા મહા યોગદાન માટે ફક્ત ૨૧ દિવસ સમાજના દીકરા ઓ માટે જગ્યા આપવા ઇચ્છુક વ્યક્તિ દ્વારા ભારતીય થલ સેનાનાં પ્રવિણસિંહજી ઝાલાનો મોબાઈલ નબર 9998855221 પર સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે.