રાજકોટના રજપૂતપરામાં આવેલ જીવંતિકા માઁ આદ્ય સ્થાને દર વર્ષની જેમ વર્તમાન વર્ષે આસો નવરાત્રી મહોત્સવ ધામધૂમથી ઉજવાશે. તા. ૨૨ સપ્ટેમ્બરથી ૧ ઑક્ટોબર સુધી દરરોજ રાત્રે ધુન-ગરબાની રમઝટ સાથે કુમારિકા પૂજન તથા લક્કી ડ્રોની અનોખી ઉજવણીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
રાજકોટ શહેરના રજપૂતપરા વિસ્તારમાં આવેલ જીવંતિકા માઁ આદ્ય સ્થાન પર દર વર્ષની માફક આ વર્ષે પણ આસો નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. તા. ૨૨ સપ્ટેમ્બર સોમવારથી શરૂ થઈ તા. ૧ ઑક્ટોબર બુધવાર સુધી મહોત્સવની ઉજવણી રહેશે. જેમાં દરરોજ રાત્રે રાત્રે ૯.૦૦ થી ૧૧.૦૦ વાગ્યા સુધી ધુન અને ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં શ્રદ્ધાળુઓ ગરબાની રમઝટ માણશે. આ મહોત્સવ દરમ્યાન દરરોજ એક કુમારિકાનું પૂજન કરવામાં આવશે તેમજ દરરોજ એક સાડી (પ્રસાદી) માટે લક્કી ડ્રો યોજાશે. વિશેષ વાત એ છે કે આ વર્ષે નવરાત્રીમાં એક નોરતું વધતા કુલ દસ કુમારિકાનું પૂજન થશે. વધુ માહિતી તથા વિગતો માટે શ્રદ્ધાળુઓને મો. નં. ૯૯૨૫૩૨૧૬૩૮ તથા ૯૯૭૯૭૦૩૧૩૦ પર સંપર્ક કરવા જણાવાયું છે.