કાગદડી ગામે મોરબી રોડ ઉપર આવેલ ગુરૂકૃપા આશ્રમ ખાતે આજે શનિવાર તા. ૩૦ ડિસેમ્બરેથી તા.૭ જાન્યુઆરી રવિવાર સુધી ભવ્ય પર દેવી ભાગવત પોથી દેવી ભાગવત કથા પુરાણ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.
મળતી માહિતી અનુસાર, આજે તા. ૩૦ ડિસેમ્બર શનિવાર થી તા.૭ જાન્યુઆરી રવિવાર સુધી ભવ્ય પર દેવી ભાગવત પોથી દેવી ભાગવત કથા પુરાણ જ્ઞાનયજ્ઞનું કાગદડી ગામે મોરબી રોડ ઉપર આવેલ ગુરૂકૃપા આશ્રમ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કથાના વકતા સંત શ્રી બાળવિદુષી રત્નેશ્વરી દેવી (રતનબેન) ગુરૂ શ્રિ ભાવેશ્વરી માતાજી (રામધન આશ્રમ – મોરબી) વ્યાસપીઠ ઉપર બિરાજી કથાનું ભાવપ્રેમ ભરેલી શૈલીમાં સંગીતમય રસપાન કરાવશે. તેમજ દરરોજ સવારે ૮:૩૦ થી ૧૨ સુધી નવચંડી યજ્ઞ યોજાશે. યજ્ઞના આચાર્ય શાસ્ત્રી શ્રી જીતુઅદા પંડયા તથા શાસ્ત્રી શ્રી નરહરીઅદા રહેશે. તારે કાર્યક્રમની રૂપરેખાની વાત કરવામાં આવે તો આજે પોથીયાત્રા સાથે કથાનો પ્રારંભ થઇ ચુક્યો છે. આવતીકાલે તા.૩૧ના અંબે પ્રાગટય, સંતોના સામૈયા, તા. ૧ જાન્યુઆરીએ શાકંભરી પ્રાગટય, તા.૨ જાન્યુઆરીએ શિવવિવાહ – બાપુની પૂણ્યતિથિ, તા.૩ જાન્યુઆરીના ચામુંડા પ્રાગટય, તા.૪ જાન્યુઆરીના મહાકાળી પ્રાગટય, તા.૫ જાન્યુઆરીના વિધ્યયવાશીની પ્રાગટય – નંદ મહોત્સવ, તા.૬ જાન્યુઆરીના મેલડી પ્રાગટય – ખોડીયાર પ્રાગટય તથા તા.૭ના અન્નપૂર્ણા પ્રાગટય – કથા વિરામ. ત્યારે ભાવિકોને કથામૃતનો લાભ લેવા આયોજકો દ્વારા અનુરોધ કરાયો છે.