Sunday, January 12, 2025
HomeGujaratમોરબીના રાજપર તાલુકા શાળાનો ભવ્ય શતાબ્દી મહોત્સવ યોજાયો

મોરબીના રાજપર તાલુકા શાળાનો ભવ્ય શતાબ્દી મહોત્સવ યોજાયો

મોરબી તાલુકા ના રાજપર ગામે આવેલ રજવાળા સમય ની રાજપર તાલુકા શાળા ને 100 વર્ષ પૂર્ણ થતાં રાજપર તાલુકા શાળા દ્વારા ભવ્ય શતાબ્દી મહોત્સવ ધામધૂમથી ઉજવાયો હતો.જેમાં ભારતીય સંસ્કૃતિ ને ઉજાગર કરતા નૃત્ય નાટકો ગીત સંગીત ને સાંસ્કૃતિક કાર્યક્રમો નું આયોજન શાળા પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં શાળા ના આચાર્ય અને શિક્ષકો ના માર્ગદર્શન હેઠળ વિધાર્થીઓ એ વિવિધ કાર્યક્રમો આબેહૂબ રજૂ કરી ઉપસ્થિત મહાનુભાવો ને ખુશ કરી દીધા હતા. આ સમારોહ વિધાર્થીઓ ને યુવાનો ને પ્રેરણા મળે તે હેતુ થી સ્વામી વિવેકાનંદજી ના જીવનચરિત્ર નો આબેહૂબ અભિનય રજૂ કરવામાં આવ્યો હતો તેમજ ઉપસ્થિત મહાનુભાવો ના હસ્તે શાળા ના ધો 1થી 8 માં અભ્યાસ કરતા શાળા ના તેજસ્વી તારલાઓ ના તેમજ વિવિધ ક્ષેત્રે નામ રોશન કરનાર ભૂતપૂર્વ વિધાર્થીઓ ના પણ સન્માન કરવામાં આવ્યા હતા. આ સમારોહ માં સાંસદ મોહનભાઇ કુંડારીયા,ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, કાંતિભાઈ અમૃતિયા,જીલ્લા પંચાયત ના પ્રમુખ ચંદુભાઈ સિહોરા, સહકારી અગ્રણી મગનભાઈ વડાવીય, તાલુકા પંચાયત પ્રમુખ કાનજીભાઈ,જીલ્લા પંચાયત સદસ્ય નયનભાઈ અઘારા,નાયબ જીલ્લા પ્રાથમિક શિક્ષક ને ( ટી પી ઇ ઓ) ડી આર ગરચર, જીલ્લા પ્રાથમિક શિક્ષક મોરબી ના પી વી અંબારીયા,પ્રમુખ જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ ના દિનેશભાઇ વડસોલા,રાજપર ગામ ના સરપંચ ભરતભાઇ મારવાણીયા,પૂર્વ સરપંચ ધરમશીભાઈ મારવાણીયા,સહિત મહાનુભાવો ને બહોળી સંખ્યા માં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisement -
- Advertisement -

ઉપસ્થિત મહાનુભાવો એ રાજપર તાલુકા શાળા એ 100 વર્ષ ની સફળતાપૂર્વક પૂર્ણ કરતા શાળા નું સફળ નેતૃત્વ સાંભળતા આચાર્ય ને શિક્ષકો ની મહેનત ને કાર્યશૈલી ને શાળા માં અભ્યાસ કરતા તેમજ ભૂતપૂર્વ વિધાર્થીઓ માં શિક્ષણ સાથે સાથે તેના માં સંસ્કારો નું સિંચન કરી વિધાર્થીઓ ના સર્વાંગી વિકાસ માં અભ્યાસ સાથે વિવિધ રમત ગમત તહેવારો રાષ્ટ્રીય તહેવારો સહિત ની ઉજવણી કરી રાજપર તાલુકા શાળા ને 100 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કરવા બદલ આ શતાબ્દી મહોત્સવ ને અભિનંદન પાઠવ્યા હતા. આજે ડીઝીટલ ઈન્ટરનેટ યુગ ને ખાનગી શાળા ની હરીફાઈ વચ્ચે સરકારી શાળાઓ ચલાવવી ને તેનું રાજપર તાલુકા શાળા જેવું સફળ નેતૃત્વ કરી શાળા નું સંચાલન કરવું એ મોટી વાત છે કહી ને ગ્રામજનો દ્વારા શાળા ના આચાર્ય અને શિક્ષકો ના સન્માન કર્યા હતા અને વિધાર્થીઓ ને અભિનંદન પાઠવ્યા હતા.

આ રાજપર તાલુકા શાળા માં અભ્યાસ કરેલ ભૂતપૂર્વ વિધાર્થીઓ આજે સરકારી માં તેમજ વિવિધ ક્ષેત્રે ઉચ્ચપદવી મેળવી છે રમતગમત ક્ષેત્રે અને ઉદ્યોગક્ષેત્રે સફળતા મેળવી છે. આ સમારોહ માં શાળા ના ભૂતપૂર્વ વિધાર્થીઓ ને રાજપર ગામ ના આગેવાનો સહિત બહોળી સંખ્યા માં લોકો ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે રાજપર તાલુકા શાળા ના સમગ્ર સ્ટાફે ભારે જહેમત ઉઠાવી ને કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!