ગીરમાં પાછલા 300 વર્ષ કરતાં પણ વધુ સમયથી આફ્રિકાથી આવેલા સીદી આદિવાસીઓ નિવાસ કરી રહ્યા છે. ગીરના જાંબુર અને શિરવાણ ગામને આજે પણ મીની આફ્રિકા તરીકે ઓળખવામાં આવે છે. ત્યારે આફ્રિકાના આદિવાસીઓની માફક જ ત્યાંથી ગીરમાં આવેલા સીદી આદિવાસીઓએ તેમના પરંપરિક નૃત્ય ધમાલને આજે પણ જાળવી રાખ્યું છે. આવું જ એક નૃત્ય કરી (સિદિ) ધમાલ નૃત્યનું મોરબીનાં હાઉસિંગ બોર્ડ કા રાજા ગણેશ મહોત્સવમાં આજે સાંજે આયોજન કરવામાં આવ્યું છે.
મોરબી મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ન્યુ હાઉસિંગ બોર્ડ ખાતે હાઉસિંગ બોર્ડ કા રાજા નામના ગણેશ મહોત્સવનું સમસ્ત ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તાર દ્વારા અયોજન કરવામાં આવ્યું છે. જેમાં આજે ગુજરાત સાંસણ ગીરના પ્રખ્યાત નૃત્ય એવા (સિદિ) ધમાલ નૃત્ય દ્વારા ધમાલ કરવા આવી રહ્યા છે. રાત્રે ૯ વાગ્યે સીદી આદિવાસીઓ દ્વારા કરવામાં આવતા ધમાલ નૃત્યને નિહાળવા મોરબીવાસીઓને હાઉસિંગ સમસ્ત હાઉસિંગ બોર્ડ કા રાજાનાં આયોજકો દ્વારા આમંત્રિત કરવામાં આવ્યા છે.