મોરબીમાં શ્રી ધક્કાવાળી મેલડીમાં ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શ્રી ધક્કાવાળી મેલડી માતાજીના મંદિર ખાતે નવરંગ માંડવાનું આયોજન તા. ૦૮/૦૪/૨૫ ને મંગળવારે ચૈત્રસુદ ૧૧ ના રોજ કરવામાં આવ્યું છે. જેમાં નવચંડીયજ્ઞ, મહાઆરતી, ડાકની રમઝટ, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
મોરબીના નવલખી રોડ પર રેલવે સ્ટેશન પાસે આવેલ આસ્થાને શ્રધ્ધા ના પ્રતીકસમા શ્રી ધક્કાવાળી મેલડી માતાજી મંદિર ખાતે શ્રી ધક્કાવાળી મેલડીમાં ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શ્રી ધક્કાવાળી મેલડી માતાજીનો નવરંગ માંડવાનું આયોજન તા ૦૮/૦૪/૨૫ ને મંગળવારે ચૈત્રસુદ ૧૧ ના રોજ કરવામાં આવ્યું છે. જેમાં સવારે ૮ વાગે નવચંડીયજ્ઞ, સાંજે ૪ વાગે બીડું હોમવાનું, ભુવાના સામૈયા સાંજે ૫ વાગે, મહાપ્રસાદ સાંજે ૬ વાગે, મહાઆરતી સાંજે ૭ વાગે અને ડાકની રમઝટ રાત્રે ૯ વાગેથી યોજવામાં આવશે. જે નવરંગ માંડવામાં હરેશભાઇ પનારા, વિરમભાઈ પનારા (ટંકારાવાળા) રાવળદેવ માતાજીના ગરબા, દુહા, છંદ અને આખ્યાનની રમઝટ બોલાવશે. જેમાં પંચના ભુવા ભાવેશભાઈ પોપટ, દેવાભાઈ રૂપાભાઈ, ધીરુભાઈ ગણેશીયા, બાબુભાઇ ખાંભલા, હિતેન્દ્રસિંહ જાડેજા સહિત ઉપસ્થિત રહેશે. આ માંડવામાં અતિથિ વિશેષ તરીકે ચંદ્રસિંહ માલુભા મોરી મશરૂબાપુના સેવક ઉપસ્થિત રહેશે. આ માંડવાને સફળ બનાવવા મંદિરના ટ્રસ્ટીઓ પ્રમુખ ધનુભા જાડેજા, ઉપપ્રમુખ વિનુભાઈ ડાંગર, મંત્રી ધીરુભા જાડેજા, ખજાનચી શૈલેષભાઇ જાની, કિશોરભાઈ અગ્રાવત, રમેશભાઈ સાણંદીયા, ભાવેશભાઈ મહેતા સહિત સેવાભાવી યુવાનોએ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે….