Thursday, February 5, 2026
HomeGujaratમોરબીના મણીમંદિરના પટાંગણમાં પાંચ દિવસીય ભવ્ય પુસ્તક મેળાનું આયોજન

મોરબીના મણીમંદિરના પટાંગણમાં પાંચ દિવસીય ભવ્ય પુસ્તક મેળાનું આયોજન

મોરબી શહેરના હાર્દસમા રાણીબાગ સ્થિત મણી મંદિરના પટાંગણમાં મોરબી મહાનગરપાલિકા દ્વારા પ્રથમવાર ભવ્ય પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. નાગરિકોમાં વાંચનની આદત વિકસે તે હેતુથી આયોજિત આ પુસ્તક મેળો તા.૦૭/૦૨/૨૦૨૬ થી ૧૧/૦૨/૨૦૨૬ સુધી પાંચ દિવસ યોજાશે, જેમાં કુલ ૧૯ સ્ટોલો રહેશે.

- Advertisement -
- Advertisement -

મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરના નાગરિકોમાં વાંચનની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા અને જ્ઞાનનો વિસ્તાર કરવા માટે ઐતિહાસિક અને ધાર્મિક મહત્ત્વ ધરાવતા મણીમંદિરના પટાંગણ, રાણીબાગ ખાતે પ્રથમવાર ભવ્ય પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ પુસ્તક મેળો તા.૦૭/૦૨/૨૦૨૬ થી ૧૧/૦૨/૨૦૨૬ સુધી સવારના ૧૦:૦૦ વાગ્યાથી રાત્રિના ૯:૦૦ વાગ્યા સુધી યોજાશે. પુસ્તક મેળામાં કુલ ૧૯ સ્ટોલો દ્વારા સાહિત્ય, શિક્ષણ, પ્રેરણા, નવલકથા, બાળસાહિત્ય સહિત વિવિધ વિષયોના પુસ્તકો ઉપલબ્ધ રહેશે. બાળકો, યુવાનો, વિદ્યાર્થીઓ અને વડીલો સહિત તમામ વાચક વર્ગ માટે આ મેળો આકર્ષણનું કેન્દ્ર બનશે. મોરબી મહાનગરપાલિકાએ તમામ નાગરિકોને પરિવાર સહીત ઉપસ્થિત રહી આ પુસ્તક મેળાનો લાભ લેવા હાર્દિક આમંત્રણ પાઠવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!