Wednesday, November 12, 2025
HomeGujaratટંકારાના બાબરીયા સુરાપુરાધામ ખાતે ૧૦ ફેબ્રુઆરીએ ૨૬ દિકરીઓના ભવ્ય સમુહ લગ્નોત્સવનું આયોજન

ટંકારાના બાબરીયા સુરાપુરાધામ ખાતે ૧૦ ફેબ્રુઆરીએ ૨૬ દિકરીઓના ભવ્ય સમુહ લગ્નોત્સવનું આયોજન

ટંકારા બાબરીયા સુરાપુરાધામ ખાતે આવનાર ૧૦ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ ૨૬ દિકરીઓના ભવ્ય સમુહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. મોરબી જીલ્લા કોળી ઠાકોર ગ્રુપ અને બાબરીયા પરિવારના સંયુક્ત ઉપક્રમથી થતાં આ સમુહલગ્ન માટે દિકરા-દિકરીઓની નોંધણી અને કરીયાવર લખવાની પ્રક્રિયા ચાલુ છે.

- Advertisement -
- Advertisement -

ટંકારા તાલુકાના ટોળ-અમરાપર રોડ પર સ્થિત બાબરીયા સુરાપુરાધામ ખાતે આ વર્ષે વિશેષ ધાર્મિક અને સામાજિક ઉત્સવનું આયોજન થયું છે. હિન્દુ સનાતન સંસ્કૃતિની પવિત્રધરા મનાતા ટંકારા વિસ્તારમાં આશરે નવસો વર્ષ પહેલા કોળી ઠાકોર બાબરીયા કુળના શૂરવીર દેવજીદાદાનું નિવાસ સ્થાન હતું. તેમની સ્મૃતિને આદર આપતું અને બાબરીયા પરિવારના આદ્યસ્થાન તરીકે ઓળખાતું આ સ્થળ સુરાપુરાધામ તરીકે પ્રસિદ્ધ છે. આધ્યાત્મિક અને ઐતિહાસિક આ ધરતી પર હવે ભવ્ય સમુહલગ્નોત્સવનું આયોજન તારીખ ૧૦ ફેબ્રુઆરી ૨૦૨૬ મંગળવારના રોજ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ૨૬ દિકરીઓના સમુહલગ્ન પરંપરાગત શાસ્ત્રોક્ત વિધિ મુજબ યોજાશે. સમુહલગ્નમાં જોડાનાર દરેક નવદંપતિને કરિયાવર રૂપે ઘર વપરાશની તમામ જરૂરી ચીજવસ્તુઓ આપવામાં આવશે.

સમસ્ત બાબરીયા પરિવાર, મોરબી જીલ્લાના કોળી ઠાકોર ગ્રુપ તથા દાતાઓના સહકારથી આ સમુહલગ્નોત્સવ સંપૂર્ણપણે વિનામૂલ્યે યોજાઈ રહ્યો છે. જાનૈયા, માંડવીયા અને જ્ઞાતિજનો માટે વ્યવસ્થિત ભોજન સમારંભ, દિકરીઓ માટે સુશોભિત લગ્ન મંડપ, પરંપરા દર્શાવતા લગ્નગીતો, તેમજ ભવ્ય શણગારેલ સ્ટેજ પણ તૈયાર કરવામાં આવ્યા છે. આ પૂણ્ય કાર્યના મુખ્ય આયોજક અને દાતા દીપકભાઈ બાબરીયા (ટંકારા) છે, જ્યારે મોરબી જીલ્લા કોળી ઠાકોર ગ્રુપ તરફથી જગદીશભાઈ બાંભણીયા ખાસ કામગીરી સંભાળી રહ્યા છે. આ સમુહલગ્નમાં જોડાવા ઇચ્છુક પરિવારો માટે ફોર્મ વહેલા મળે તે પહેલાના ધોરણે બાબરીયા સુરાપુરાધામ ટોળ-અમરાપર ટંકારા ખાતે ઉપલબ્ધ છે.
વધુ વિગતો માટે ૯૯૨૪૯૨૨૭૨૪ ઉપર સમાર્ક કરવા યાદીમાં જણાવ્યું છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!