ઐતિહાસિક વિરાસત અને આધુનિક સુવિધાઓનું સંયોજન: વિદ્યાર્થી અને મુલાકાતીઓ માટે એક આકર્ષક જાહેર સ્થળ.
મોરબી મહાનગરપાલિકા દ્વારા એલ.ઈ. કોલેજ નજીક રૂ.૮૧.૩૦ લાખના ખર્ચે ગાર્ડન ડેવલપમેન્ટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. હેરિટેજ થીમ સાથે સુસજ્જ આ ગાર્ડનમાં વોકવે, એમ્ફી થિયેટર, પથ્થરની બેઠકો, લાઈટિંગ અને ગ્રિનીંગની સુવિધાઓ ઉપલબ્ધ હશે, જે વિદ્યાર્થીઓ અને શહેરના નાગરિકો માટે અભ્યાસ અને મનોરંજનનું આદર્શ કેન્દ્ર બનશે.
મોરબી મહાનગરપાલિકા દ્વારા એલ.ઈ. કોલેજ આસપાસના વિસ્તારમાં રૂ.૮૧.૩૦ લાખના અંદાજિત ખર્ચે ગાર્ડન ડેવલપમેન્ટનું કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. પ્રોજેક્ટમાં હેરિટેજ વિઝિટર સેન્ટરને મૂળભૂત ઈમારતની રચનાને જાળવી તૈયાર કરવામાં આવશે. ગાર્ડનમાં રેડ સોઈલ વોકવે બનાવવામાં આવશે, જે પદયાત્રીઓ અને વાહનો માટે સ્પષ્ટ માર્ગભેદ આપે છે. વિદ્યાર્થીઓ માટે અર્ધવર્તુળાકાર એમ્ફી થિયેટર અને હેરિટેજ થીમ આધારિત પથ્થરના બેંચો પણ મુકવામાં આવશે. રાત્રિના સમયે આકર્ષક દેખાવ માટે હેરિટેજ લેમ્પ પોસ્ટ સાથે આધુનિક ઉર્જા બચાવતી એલઇડી લાઈટ્સ સ્થાપિત થશે. ગ્રીનરી અને લેન્ડસ્કેપિંગ માટે નાનાં-મોટાં છોડ, શ્રબ્સ અને ગ્રાઉન્ડ કવર પ્લાન્ટેશન કરવામાં આવશે. હેરિટેજ થીમ સાથે સુસંગત ઓછી ઊંચાઈની બાઉન્ડ્રી વોલમાં ઇન્ટિગ્રેટેડ લાઈટિંગની સુવિધા રહેશે. આ પ્રોજેક્ટ પૂર્ણ થયા પછી ગાર્ડન વિદ્યાર્થીઓ માટે અભ્યાસ અને મનોરંજનનું કેન્દ્ર બનશે, સાથે શહેરની સૌંદર્યવર્ધક ઓળખમાં વધારો કરશે તેમ યાદીમાં જણાવવામાં આવ્યું છે.









