Tuesday, November 19, 2024
HomeGujaratહળવદમાં વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત જન્માષ્ટમીની ભવ્ય શોભાયાત્રા શહેરના રાજમાર્ગો પર નિકળી

હળવદમાં વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત જન્માષ્ટમીની ભવ્ય શોભાયાત્રા શહેરના રાજમાર્ગો પર નિકળી

હળવદ પંથકમાં કાના જન્મોત્સવની ઠેર ઠેર ભવ્ય ઉજવણી કરવામાં આવી, જન્માષ્ટમી પર્વની ધામધૂમ પૂર્વક રાસ ગરબા મટકી ફોડ સહિતનાં વિવિધ ધાર્મિક કાર્યક્રમ યોજાયા,

- Advertisement -
- Advertisement -

ડીજે ના તાલે સાથે ભગવાન કૃષ્ણ નગરચયૉ નીકળ્યા, શોભા યાત્રામાં મોટીસંખ્યામાં માનવ મહેરામણ ઉમટયો,

ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ દિવસ દેશભરમાં ઠેક ઠેકાણે ભક્તિ ભાવપૂર્વક ઉજવાય રહ્યો છે ત્યારે હળવદમાં કૃષ્ણ ભક્તોમાં અપ્રિતમ ઉતસાહ જોવા મળ્યો, જન્માષ્ટીના પાવન પર્વને લઈને હળવદ શ્રી કૃષ્ણ જન્મ મહોત્સવ સમિતિ દ્વારા ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉત્સાહ અને ઉમંગ સાથે મોટી સંખ્યામાં માનવ મેહારમણ ઉમટી પડ્યો હતો.વિશ્વહિન્દૂ પરિષદ પ્રેરિત જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા આયોજિત ૩૫ મી શોભાયાત્રા રાધા કૃષ્ણ મંદિર મોરબી દરવાજા થી પ્રસ્થાન કરી હળવદ શહેર માં મુખ્ય માર્ગો થઈ આંબેડકર સર્કલ સુધી પહોંચેલ આ શોભાયાત્રા માં 15 થી વધુ ફ્લોટ્સ રાસમંડળી હુડો લાઠીદાવ તલવાર બાજી અંગકસરત ના દાવ ગામ ના યુવાનો તેમજ શિશુ મંદિર ની બાળાઓ દ્વારા રાસ તેમજ અંગ કસરત ના કરતબ રજૂ કરેલ.વિવિધ મંડળો દ્વારા ઠંડાપીણા સરબત ચા ની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી, શોભાયાત્રા ના સમાપનમાં બાળાઓ દ્વારા ભગવાન શ્રી કૃષ્ણ ની આરતી ઉતારી હિંદવા સહોદરા ન હિન્દૂ પતિત ભવે ના સૂત્ર ને સાર્થક કરતો સમરસતા નો સંદેશ સમાજ માં ઉત્તમ ઉદાહરણ પૂરું પાડેલ આ કાર્યક્રમ માં વિવિધ રાજકીય ધાર્મિક સામાજિક આગેવાનો ઉપસ્થિત રહેલ અને હૈયે હૈયું દળાય તેવું માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો.

આ શોભાયાત્રા ને સફળ બનાવવા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ ના કાર્યકરો એ ભારે જહેમત ઉઠાવી હતી,હળવદ પીઆઇ કે.એમ.છાસીયા તથા સ્ટાફે એ કાયદો અને વ્યવસ્થા જાળવવા ચૂસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, ધામધૂમ પૂર્વક જન્માષ્ટમી ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી,

કાના જન્મોત્સવને મનાવવા ગોકુળિયું જેવું વાતાવરણ જોવા મળ્યું હતું, જન્માષ્ટમી પર્વની ધામધૂમથી ઉજવણી કરવા રાસ-ગરબા, મટકી ફોડ સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.
લોકોમાં અનેરો આનંદ છવાયો હતો, શહેરના વિવિધ સ્થળોએ પણ હર્ષોલ્લાસ સાથે જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી હતી,
આ શોભાયાત્રા રાધા કૃષ્ણ મંદિર ખાતે હળવદ પાટીદાર સમાજ પ્રમુખ જશુભાઈ પટેલ જન્માષ્ટમી મહોત્સવ સમિતિના અધ્યક્ષ ડો.મિલનભાઈ માલપરા, બજરંગ દળ અધ્યક્ષ ભાવેશભાઈ ઠક્કર, મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી, હળવદ શહેર ભાજપ પ્રમુખ અજયભાઈ રાવલ, ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, વિનુભાઈ પટેલ સહિતના સામાજિક રાજકીય આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!