Tuesday, December 23, 2025
HomeGujaratશ્રી આર્યતેજ ફિઝીયોથેરાપી ક્લિનિક–મોરબી અને સત્યમ હોસ્પિટલ દ્વારા મેડિકલ કેમ્પનું ભવ્ય આયોજન

શ્રી આર્યતેજ ફિઝીયોથેરાપી ક્લિનિક–મોરબી અને સત્યમ હોસ્પિટલ દ્વારા મેડિકલ કેમ્પનું ભવ્ય આયોજન

શ્રી આર્યતેજ ફિઝીયોથેરાપી ક્લિનિક–મોરબી અને સત્યમ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે મેડિકલ કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેનો કુલ ૩૫થી વધારે દર્દીઓએ લાભ લીધો હતો. જેમાં તજજ્ઞો દ્વારા ખાસ ફિઝીયોથેરાપીનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

- Advertisement -
- Advertisement -

શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફિઝીયોથેરાપી દ્વારા સંચાલિત શ્રી આર્યતેજ ફિઝીયોથેરાપી ક્લિનિક–મોરબી અને સત્યમ હોસ્પિટલના સંયુક્ત આયોજન હેઠળ મેડિકલ કેમ્પનું ભવ્ય આયોજન ગઈકાલે તા.૨૧-૧૨-૨૦૨૫, રવિવારના રોજ શ્રી આયતિજ ફિઝીયોથેરાપી ક્લિનિક, નિલકંઠ પ્લાઝા–૨ , નાની કેનાલ રોડ, સનરાઇઝ વિલ્લા સોસાયટીની બાજુમાં, મોરબી ખાતે કરવામાં કરવામાં આવ્યું હતુ. મફત આરોગ્ય કેમ્પમાં કુલ ૩૫ થી વધારે દર્દીઓને આરોગ્યલાભ મળ્યો હતો. આ કૅમ્પમાં ડૉ. પુનિત પડ્સુંબીયા (Ms Orthopeadiuc) (મોટી ઉમરે થતા રોગના નિષ્ણાત) અને ડૉ. ધર્મેશ ભાલોડિયા (MD – Medicine) દ્વારા ડાયાબિટીસ તેમજ તેની સાથે જોડાયેલી બી.પી., કિડની, હૃદય, લીવર અને નસોની તકલીફ અંગેના રોગોની તપાસ અને નિદાન સહિત ખાસ ફિઝીયોથેરાપીનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ફિઝીયોથેરાપી કેમ્પનું નેતૃત્વ ડૉ.હિરલ જાદવાણી, ડૉ.ધ્વનિ નીમાવત, ડો.ખ્યાતિ પરમાર, અને ડૉ. પ્રતિક દેસાઇ દ્વારા કરવામાં આવ્યું હતું અને તે ડૉ. રાહુલ છતલાણીના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક સંચાલિત થયું હતું. દર્દીઓની તપાસ ઉપરાંત જાગૃતિ પ્રવૃત્તિઓમાં પણ સહભાગી બન્યા હતા. અહીં નોંધનીય બાબત એ હતી કે, બધા ડૉક્ટર તથા પ્રથમ વર્ષના શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફિઝીયોથેરાપીના વિદ્યાર્થી દ્વારા લોકોને ફિઝીયોથેરાપી શું છે ? અને તેના લાભ વિશે જાગૃતિ ફેલાવી હતી. આ કેમ્પ દ્વારા સ્થાનિક રહેવાસીઓને વ્યાપક સ્વાસ્થ્યલાભ મળ્યો અને આરોગ્ય જાગૃતિ પણ સર્જાઈ હતી. શ્રી આર્યતેજ ગ્રૂપ ઑફ કૉલેજીસ મેનેજમેન્ટ દ્વારા ઇન્સ્ટિટ્યૂટના ફેકલ્ટીના સેવાભાવી પ્રયત્નોની પ્રશંસા કરવામાં આવી હતી અને ભવિષ્યમાં પણ આવા આરોગ્ય કેમ્પોનું આયોજન થતું રહે તેવી ઇચ્છા વ્યક્ત કરવામાં આવી.”

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!