Monday, April 14, 2025
HomeGujaratમોરબીમાં તા.૧૨ એપ્રિલના રોજ સંત શ્રી વેલનાથ બાપુની ભવ્ય શોભાયાત્રા યોજાશે

મોરબીમાં તા.૧૨ એપ્રિલના રોજ સંત શ્રી વેલનાથ બાપુની ભવ્ય શોભાયાત્રા યોજાશે

દર વર્ષની જેમ આ વર્ષે પણ સંત શિરોમણી શ્રી વેલનાથ બાપુની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રી સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ મોરબી દ્વારા તા.૧૨/૦૪/૨૦૨૫ ને શનિવારના રોજ ચુંવાળીયા કોળી ઠાકોર સમાજના ધર્મગુરુ સંત શિરોમણી શ્રી વેલનાથ બાપુની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં જોડાવા લોકોને આહવાન કરવામાં આવ્યું છે….

- Advertisement -
- Advertisement -

આગામી ૧૨ એપ્રિલ શનિવારના રોજ ચુંવાળીયા કોળી ઠાકોર સમાજના ધર્મગુરુ સંત શિરોમણી શ્રી વેલનાથ બાપુની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ સંત શિરોમણી શ્રી વેલનાથ બાપુની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રી સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ મોરબી દ્વારા તા.૧૨/૦૪/૨૦૨૫ ને શનિવાર ના રોજ સવારે ૮:૦૦ વાગ્યે જડેશ્વર મહાદેવ મંદિર રેલવે સ્ટેશન રોડ મોરબીથી પ્રસ્થાન કરશે. જે મોરબી શહેરના મુખ્ય માર્ગ પરથી વીસી ફાટક, મયુર પુલ, મહારાણા પ્રતાપ સર્કલ, ત્રાજપર ચોકડી, ૮ એ નેશનલ હાઇવે થઈને સૌ ઓરડી, જિલ્લા પંચાયત કચેરી પાછળ ચુંવાળીયા કોળી ઠાકોર સમાજની વિદ્યાર્થી બોર્ડિંગ ખાતે પુર્ણાહુતિ કરશે. જ્યાં બપોરે ૧૨:૩૦ વાગ્યે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રી સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળના પ્રમુખ પરસોત્તમભાઈ સાબરીયા તેમજ ઉપપ્રમુખ ચંદુભાઈ બાબરીયાએ મોરબી જિલ્લામાં વસતા ચુંવાળીયા કોળી ઠાકોર સમાજના ભાઈઓ તેમજ બહેનોને મોટી સંખ્યામાં શોભાયાત્રામાં જોડાવા આહવાન કર્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!