સીરામીક સીટી મોરબીમાં ભગવાન શ્રીકૃષ્ણના જન્મના વધામણા કરવા માટે સૌ કોઈ અધીરા બન્યા છે અને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. છેલ્લા 47 વર્ષથી નીકળતી શ્રીકૃષ્ણ જન્માષ્ટમીની સાર્વજનિક શોભાયાત્રા પ્રતિવર્ષની માફક આ 48માં વર્ષે વિશિષ્ટ આયોજન સાથે નીકળવાની છે. ત્યારે સર્વે હિન્દુ સંગઠન દ્વારા શોભાયાત્રાના અનુરુપ રૂપરેખા અને આયોજન માટે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.
શ્રી કૃષ્ણ ભગવાનના અવતરણ દિવસ એટલે કે, શ્રી કૃષ્ણ જન્માષ્ટમી નિમિત્તે મોરબીના રાજમાર્ગો પર સર્વે હિન્દુ સંગઠન દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભવ્ય શોભાયાત્રાના અનુરુપ રૂપરેખા અને આયોજન માટે સર્વે હિન્દુ સંગઠનો દ્વારા આવતીકાલે તા.૨૫/૦૭/૨૦૨૫ ને શુક્રવારના રોજ જલારામ મંદિર, અયોધ્યાપુરી મેઈન રોડ, મોરબી ખાતે રાત્રે ૯:૦૦ વાગ્યે એક વિશેષ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં હિન્દુ સમાજ તથા સર્વે હિન્દુ સંગઠનના દરેક સક્રિય કાર્યકર્તાઓને ઉપસ્થિત રહેવા આહવાન કરવામાં આવ્યું છે.