Sunday, April 13, 2025
HomeGujaratમોરબીમાં ડો.બાબા સાહેબ આંબેડકરની ૧૩૪મી જન્મજયંતિ નિમિતે ભવ્ય શોભાયાત્રા યોજાશે

મોરબીમાં ડો.બાબા સાહેબ આંબેડકરની ૧૩૪મી જન્મજયંતિ નિમિતે ભવ્ય શોભાયાત્રા યોજાશે

બંધારણના ઘડવૈયા ડૉ. બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની ૧૩૪ મી જન્મજયંતિ નિમિતે મોરબી શહેરમાં તા. ૧૪ એપ્રિલના રોજ ભવ્યથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જે શોભાયાત્રામાં બાબા સાહેબે લિખિત બંધારણ હાથીની અંબાળી પર રાખી દેશી ઢોલના તાલે મોરબી શહેરમાં શોભાયાત્રા ના રુટ પર કાઢવામાં આવશે. જે શોભાયાત્રામાં જોડાવા જાહેર જનતાને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે…..

- Advertisement -
- Advertisement -

ભારતના (સંવિધાન) બંધારણના ઘડવૈયા વિશ્વ રત્ન મહામાનવ ડો.બાબા સાહેબ આંબેડકરજીની 134મી જન્મજયંતિ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ મોરબી શહેરમાં ભવ્યથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જે શોભાયાત્રા મોરબી શહેરના રેલવે સ્ટેશનથી સવારે ૦૯:૩૦ વાગ્યે શરૂ થઈ મુખ્ય પોસ્ટથી, નગર દરવાજા ચોક થઈ મહાનગરપાલિકા ખાતે આવેલ ડો. બાબાસાહેબ ના સ્ટેચ્યુને ફુલહાર કરી બપોરના ૦૨:૩૦ વાગ્યે રેલીની પુર્ણાહિતી કરવામાં આવશે. મોરબીના ઇતિહાસમાં પહેલીવાર શોભાયાત્રામાં ડો.બાબા સાહેબ આંબેડકરજી એ લિખિત બંધારણને હાથીની અંબાળી ઉપર દેશી ઢોલના સથવારે મોરબી શહેરના રેલીના રૂટ પર શોભાયાત્રામાં કાઢવામાં આવશે. ત્યારે આ ભવ્યાથી ભવ્ય શોભાયાત્રામાં મોરબી શહેરની જાહેર જનતાને જોડાવા સમગ્ર અનુસૂચિત જાતિ સમાજ, મોરબી દ્વારા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!