Monday, November 18, 2024
HomeGujaratઅયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિતે કુબેરનગર સોસાયટીમાં ભવ્ય કાર્યક્રમનું આયોજન

અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિતે કુબેરનગર સોસાયટીમાં ભવ્ય કાર્યક્રમનું આયોજન

22મી જાન્યુઆરીની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા પર સૌની નજર છે. ઘર-ઘર જય શ્રીરામના સૂત્રોચ્ચાર થઈ રહ્યા છે. દરેક ભારતીય દીવા પ્રગટાવીને ભગવાન રામનું સ્વાગત કરવા માટે તૈયાર જોવા મળી રહ્યા છે. ત્યારે મોરબીની સોસાયટી કુબેરનગર ખાતે પણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિતે ભવ્યથી અતિ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

- Advertisement -
- Advertisement -

22 જાન્યુઆરીએ સમગ્ર દેશના લોકો રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના સાક્ષી બનવા ઈચ્છે છે. જેને લઈ મોરબીની સોસાયટી કુબેરનગર ખાતે પણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિતે ભવ્યથી અતિ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 22મી જાન્યુઆરીના રોજ બપોરે ૧૨-૧૫ કલાકે શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિર, કુબેરનગર, મોરબી ખાતે મહાઆરતીનું આયોજ કરાયું છે. જેમાં શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિરથી બપોરે ૩-૦૦ કલાકે શોભાયાત્રા નીકળશે. સાંજે ૬-૦૦ કલાકે શ્રી ત્રિલોકધામ મંદિર ખાતે મહાઆરતી અને તે બાદ સાંજે ૭-૦૦ કલાકે મહાપ્રસાદનું શ્રી ત્રિલોકધામ મંદિર ખાતે શ્રી ત્રિલોકધામ સેવા આશ્રમ – કુબેરનગર મોરબી દ્વારા આયોજન કરાયું છે. જેમાં મોરબીવાસીઓને જોડાવવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. તેમજ દરેક ઘરેથી પૂજાની થાળીમાં પાંચ દિવા તૈયાર કરી બંને મહાઆરતીમાં સહભાગી થવા અને દરેક ઘરે સવારે રંગોળી કરવા. અને સાંજે દિવા કરવા વિનંતી કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!