મોરબીના નવલખી રોડ પર આવેલ શ્રી ધક્કાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા ચૈત્રી નવરાત્રી મહોત્સવ અંતર્ગત તા. ૨૫ માર્ચ ૨૦૨૬ના રોજ રાત્રે ૮.૩૦ વાગ્યે ઓર્કેસ્ટ્રા સાથે ભવ્ય રાસ-ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે બહેનો અને દીકરીઓને ઉમંગભેર ભાગ લેવા આમંત્રણ આપવામાં આવ્યું છે.
મોરબીના નવલખી રોડ પર રેલ્વે સ્ટેશન નજીક આવેલ આસ્થા અને શ્રદ્ધાના પ્રતિક સમાન શ્રી ધક્કાવાળી મેલડી માતાજી મંદિર ખાતે ચૈત્રી નવરાત્રી મહોત્સવ ભક્તિભાવથી ઉજવાઈ રહ્યો છે. નવરાત્રી નિમિતે મંદિરને આકર્ષક લાઈટિંગથી ઝગમગતું બનાવવામાં આવ્યું છે, ત્યારે શ્રદ્ધા, ભક્તિ અને આરાધનાના સંગમરૂપ આ પાવન અવસરે તા.૨૫/૦૩ને બુધવારના રોજ રાત્રે ૮.૩૦ વાગ્યે મંદિરના આંગણે ઓર્કેસ્ટ્રા અને મ્યુઝિક પાર્ટીના તાલે ભવ્ય રાસ-ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં સ્થાનિક બહેનો અને દીકરીઓ ઉત્સાહપૂર્વક જોડાઈ શકે તે માટે શ્રી ધક્કાવાળી મા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સૌને હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.









