Saturday, October 25, 2025
HomeGujaratમોરબીમાં જલારામ જયંતિ નિમિતે ભવ્ય સપ્તવિધ કાર્યક્રમ યોજાશે

મોરબીમાં જલારામ જયંતિ નિમિતે ભવ્ય સપ્તવિધ કાર્યક્રમ યોજાશે

મોરબીમાં સંત શિરોમણી પૂજ્ય જલારામ બાપાની ૨૨૬મી જન્મ જયંતિ નિમિતે ભક્તિમય માહોલ છવાયો છે. શ્રી લોહાણા મહાજન તથા શ્રી જલારામ ધામ દ્વારા તા. ૨૯ ઑક્ટોબરે પ્રભાત ધૂનથી લઈને મહાપૂજન અને મહાપ્રસાદ સુધીના સપ્તવિધ કાર્યક્રમો યોજાશે. આ વર્ષે શોભાયાત્રા મોકૂફ રાખી તેના બદલે “વડીલ વંદના કાર્યક્રમ”નું આયોજન કરવામાં આવ્યું છે.

- Advertisement -
- Advertisement -

મોરબી શહેરમાં સંત શિરોમણી પૂજ્ય જલારામ બાપાની ૨૨૬મી જન્મજયંતિની ઉજવણીને લઈને સર્વત્ર ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. આ અવસરે મોરબી શ્રી લોહાણા મહાજન, શ્રી જલારામ ધામ તથા સંલગ્ન સંસ્થાઓ દ્વારા તા. ૨૯ ઑક્ટોબરના રોજ સપ્તવિધ ધાર્મિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. શ્રી જલારામ ધામના પ્રમુખ નિર્મિતભાઈ કક્કડે માહિતી આપતા જણાવ્યું કે, આ વર્ષના કાર્યક્રમોમાં પ્રભાત ધૂનથી શરૂઆત થશે. ત્યારબાદ અન્નકૂટ દર્શન, વિશિષ્ટ મહેમાનોના હાથે કેક કટિંગ, મહાઆરતી, મહાપૂજન તેમજ મહાપ્રસાદ જેવા અનેક ધાર્મિક કાર્યક્રમો યોજાશે. સાથે જ ભક્તો માટે એક વિશેષ “સરપ્રાઈઝ કાર્યક્રમ” પણ રાખવામાં આવ્યો છે.

આ વર્ષે લોહાણા સમાજના ૧૨ વડીલ સ્વજનોના તાજેતરના અવસાનને ધ્યાનમાં રાખીને પરંપરાગત શોભાયાત્રા મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેના સ્થાને “વડીલ વંદના કાર્યક્રમ”નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ૬૦ વર્ષથી વધુ ઉમરના વડીલોને સન્માનિત કરવામાં આવશે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!