Friday, February 6, 2026
HomeGujaratમોરબીની પી.જી.પટેલ કોલેજમાં CA Course માર્ગદર્શન માટેનો ભવ્ય સેમિનાર યોજાયો

મોરબીની પી.જી.પટેલ કોલેજમાં CA Course માર્ગદર્શન માટેનો ભવ્ય સેમિનાર યોજાયો

B.Com, BBA અને M.Com જેવા કોમર્સ પ્રવાહના કૉર્સ માં સતત ઉચ્ચ પરિણામો આપતી, સાથે સાથે કોમર્સ ફેકલ્ટીમાં મુખ્ય કહી શકાય તેવા Accountancy અને Statistics જેવા વિષયોમા યુનિવર્સિટી લેવલે 100 માથી 100 ગુણ મેડવીને હર‌હમેશા અવ્વલ રહેતી મોરબી જિલ્લાની પી.જી.પટેલ કોલેજની યશ કલગીમાં વધુ એક પીછું ઉમેરવા જઈ રહ્યું છે હવે B.Com અને BBA સાથે CA‌

- Advertisement -
- Advertisement -

જેવા વ્યવસાયિક અભ્યાસક્રમ નુ‌ શિક્ષણ પણ ઉપલબ્ધ થવા જઈ રહ્યું છે ત્યારે આજરોજ કોલેજમાં J.K.Shah Classes દ્વારા CA કરવા ઇચ્છુક વિદ્યાર્થીઓ માટે એક કારકિર્દીલક્ષી અને માર્ગદર્શક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં J.K.Shah Classes ના‌ Gujarat Head પ્રોફેસર વિપુલ ઘેડિયા સાહેબ મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા તેઓએ CA Course વિશેની જરૂરી માહિતી અને જરૂરી બાબતોની વિદ્યાર્થીઓ સમક્ષ સ્પષ્ટ અને સરળ શબ્દોમાં રજૂઆત કરી હતી આ સેમિનારમાં CA કરવા ઈચ્છુક વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

સાથે સાથે રાજકોટ JK Shah બ્રાન્ચમાંથી મૌલિકભાઈ ટોળીયા ઉપસ્થિત રહ્યા હતા.

સાથે હવે મોરબીમાં J.K.Shah Classes શરૂ થઈ રહ્યા છે ત્યારે ધોરણ 12 ની બોર્ડની પરીક્ષા પૂર્ણ થયા બાદ તુરત જ CA-Foundationનો એક Free Workshopનુ આયોજન કરવામાં આવશે જે અંગેની માહિતી હવે પછીથી જાહેર કરવામાં આવશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!