દશ હજાર લોકોએ મહાપ્રસાદનો લાભ લીધો અને ૫૦ લાખનો ફાળો એકત્ર થયો
હળવદ તાલુકાના ચરાડવા ગામે સમસ્તગ્રામજનો દ્વારા શ્રી કષ્ટભંજન દેવ ગૌશાળા નિર્માણ માટે ભવ્ય સાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ચરાડવા ગામ તેમજ આજુબાજુ ના ગામના 10,000 લોકોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો અને ગૌશાળા ના નિર્માણ માટે એક દિવસમાં આશરે 50 લાખ જેટલો ફાળો એકત્ર થયો હતો.
ગૌશાળા આશરે 50 વીઘામાં બનશે તેવું આયોજકોએ જણાવ્યું હતું. 90 મણ રીંગણા, 90 મણ ટમેટા, બુંદી અને માખણ ચોપડેલા બાજરાના રોટલા નો પ્રસાદ બનાવવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમને સફળ બનાવવા ગ્રામજનોએ ભારેજહેમત ઉઠાવી હતી.આ કાર્યક્રમમાં મહાકાળી આશ્રમ ના પૂજ્ય દયાનંદ ગીરીબાપુ, શ્રી સ્વામિનારાયણ મંદિર ચરાડવા ના શાસ્ત્રી શ્રી દિવ્ય પ્રકાશ સ્વામી, હળવદ પ્રસાદીનું સ્વામિનારાયણ મંદિરના શાસ્ત્રીજી તેમજ લાલજી મહારાજ ની જગ્યા સીતાપુરના મહંત શ્રી તેમજ અનેક રાજકીય આગેવાનો હાજર રહ્યા હતા.