મોરબીમાં શિક્ષકો માટેની, શિક્ષકોની અને શિક્ષકો દ્વારા ચાલતી મંડળી શિક્ષક શરાફી મંડળીની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં “સહકાર પેનલ”નો ભવ્ય વિજય થયો છે.
મોરબીમાં 11 સભાસદથી શરૂ થયેલી અને હાલ 452 સભાસદો ધરાવતી અને છેલ્લા 34 વર્ષથી પારદર્શક રીતે શિક્ષકો માટેની, શિક્ષકોની અને શિક્ષકો દ્વારા ચાલતી ચાલતી ગ્રામ્ય શિક્ષક મંડળીમાં તાજેતરમાં સામાન્ય ચૂંટણી યોજાઈ હતી. જેમાં “સહકાર પેનલ” નો જંગી બહુમતી સાથે ભવ્ય વિજય થયો છે. સહકાર પેનલના અંકિતભાઈ જોષી (રંગપર તાલુકા શાળા), જીજ્ઞેશ રાબડીયા(જેતપર તાલુકા શાળા), મનીષ ચાડમિયા(નીચી માંડલ તાલુકા શાળા), ભાવેશ કાલરીયા(ખરેડા કુમાર તાલુકા શાળા), ધર્મેન્દ્રભાઈ કાવઠિયા, ભાવેશભાઈ પારેજીયા (મહેન્દ્રનગર કુમાર તાલુકા શાળા), અશ્વિન ગોધવિયા (બરવાળા-ખાખરાળા તાલુકા શાળા), રજનીશ દલસાણીયા (સાદુળકા તાલુકા શાળા), પિન્ટુભાઈ કૈલા(રાજપર તાલુકા શાળા), ધવલ સરડવા(ચાંચાપર તાલુકા શાળા), સતિષભાઈ દેત્રોજા(બગથળા તાલુકા શાળા), નીતિન દેથરીયા (લાલપર તાલુકા શાળા), વિજય પડસુંબિયા(રફાળેશ્વર તાલુકા શાળા), નરેશ દેત્રોજા(રામગઢ તાલુકા શાળા) ને સભાસદ/મતદાર શિક્ષકોએ જંગી મતદાન કરી બહુમતીથી વિજય અપાવ્યો હતો. જ્યારે મનીષાબેન સરડવા(રવાપર તાલુકા શાળા), મનીષાબેન ગડારા(નાની વાવડી તાલુકા શાળા), મહિલા અનામત સીટ પરથી બિનહરીફ જાહેર થયા છે. જ્યારે ગૌતમ ટૂંડિયા(નીચી માંડલ તાલુકા શાળા), અ.જા. અનામત સીટ પરથી બિનહરીફ જાહેર થયા છે. આમ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા અંતર્ગત “સહકાર પેનલ”નો ભારે બહુમતી સાથે ભવ્ય વિજય થતા પેનલના સૌ ઉમેદવારોએ સૌ સભાસદ મતદારોનો આભાર વ્યક્ત કરી મંડળીને વધુ સમૃદ્ધ અને વિકાસશીલ બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. ત્યારે સમગ્ર મોરબી પ્રાથમિક શિક્ષણ અને શિક્ષક પરિવાર તરફથી “સહકાર પેનલ”ને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અર્પિત કરવામાં આવી હતી. “સહકાર પેનલ”ની સમગ્ર યુવા બ્રિગેડ ટીમ પર અભિનંદનની વૃષ્ટિ થઈ રહી છે.