કાસુન્દ્રા પરિવાર દ્વારા છેલ્લા ૫૦ વર્ષથી રાજરાજેશ્વરી બહુચર માતાજીના કૃપાથી આમરણ ગામ બહુચર માતાજીના મંદિર ખાતે ભવ્ય યજ્ઞનું આયોજન કરવામાં આવે છે. જેમાં અંદાજે ૪ થી ૫ હજાર ભાવિકો ઉમટી માતાજીના દર્શનનો લાભ લઈ પ્રસાદ લે છે.જે કાર્યક્રમમાં સમાજના હોશિયાર દીકરાઓનું સન્માન પણ કરવામાં આવે છે.
કાસુન્દ્રા પરિવારના કુળદેવી રાજરાજેશ્વરી બહુચર માતાજીની અશિમ કૃપાથી દર વર્ષ લગભગ છેલ્લા ૫૦ વર્ષથી કારતક આઠમના દિવસે આમરણ ગામ બહુચર માતાજીના મંદિર ખાતે ભવ્ય યજ્ઞનું આયોજન કરવામાં આવે છે. જેમાં અંદાજે ૪ થી ૫ હજાર જેટલા ભાવિકો દર્શનનો લાભ લઈને પ્રસાદ લે છે.
તેમજ પરિવારના હોશિયાર છોકરાઓને સન્માન કરવામાં આવે છે. તેમજ કોઈ પરિવારનો દીકરો ડોકટર કે અધિકારી બને તેને સન્માન કરી પરિવારની એકતા વધારવા પ્રયાસ કરવામાં આવે છે. વહેલી સવારથી ચાલુ થતા હવનમાં દર્શનનો લાભ લેવા હજારો ભાવિકો મંદિર આવે છે. તેમજ મંદિર ખાતે ઓફિસ દ્વારા પરિવાર ને કોઈ પણ મદદની જરૂર હોય તો પૂરી કરવામાં આવે છે. જે આયોજનમાં સમસ્ત કાસુન્દ્રા પરિવાર,પ્રમુખ પ્રાણજીવન ભાઈ, કમિટના મેમ્બર લીંબાભાઈ,bજમનભાઈ, ગોપાલભાઈ, હરિભાઈ માસ્ટર, ગણેશભાઈ, તુલસીભાઈ, બકુલભાઈ સહિતના દરેક પરિવાર અને આમરણ ગામના કાસુન્દ્રા પરિવારના ખૂબ સારા સહયોગથી ખૂબ સુંદર આયોજન કરવામાં આવે છે.