હળવદના રહેવાસી સ્વ.વાસુદેવભાઇ જોશી પરિવારના મનોજભાઈ જોશી અને દિપકભાઈ જોશી (બિલ્ડર) દ્વારા હળવદ મધ્યે આવેલ શ્રી ગાયત્રી માતાજી મંદિર અને શ્રી ઔદિચ્ય બ્રાહ્મણની ભોજનશાળાના નવ નિર્માણ કાર્યમાં અગિયાર લાખ અગિયાર હજાર એકસો અગિયાર જેવી માતબર રકમનું અનુદાન આપવામાં આવ્યું છે.
હળવદ ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિ માટે લોબી નં – ૨ ના મુખ્યદાતા સ્વ.વાસુદેવભાઈ જે જોષી તથા સ્વ. સુસીલાબેન વાસુદેવભાઇ અને સ્વ. રાકેશભાઈ વાસુદેવભાઇ જોષીના સ્મરણાર્થે હસ્તે મનોજભાઈ અને દિપકભાઈ તેમજ જોષી પરિવાર તરફથી 11,11,111 ( અગિયાર લાખ અગિયાર હજાર એકસો અગીયાર) રૂપિયા સમાજને આપવામાં આવ્યું છે. ત્યારે સમસ્ત બ્રહ્મ સમાજ હળવદ દ્વારા જોષી પરિવારનો આભાર માનવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગામની મધ્યે આવેલ આ ભોજનશાળા ગામ લોકો માટે અને તમામ સમાજ માટે ખુબ જ ઉપયોગી છે. ત્યારે જોશી પરિવાર દ્વારા અનુદાન મળતાં તેમના સ્વજનો, મિત્રો અને બ્રહ્મ સમાજના સર્વે ટ્રસ્ટીગણ આનંદની લાગણી વ્યક્ત કરી રહ્યા છે.