Monday, November 18, 2024
HomeGujaratમાનવતાનું ઉત્તમ ઉદાહરણ:હળવદમાં પાવભાજીની દુકાન ધારકે પૈસા ભરેલો થેલો તેના મૂળ...

માનવતાનું ઉત્તમ ઉદાહરણ:હળવદમાં પાવભાજીની દુકાન ધારકે પૈસા ભરેલો થેલો તેના મૂળ માલીક સુધી પહોંચાડ્યો

હળવદમાં પાવભાજીવાળાની પ્રમાણિકતાની અનોખી મિશાલ સામે આવી છે. જેમાં પાવભાજી રેકડી ચલાવતા વેપારીને ત્યાં નાસ્તો કરવા આવેલ શખ્સ તેનો રૂ.50,000 ભરેલો થયેલો ત્યાં જ ભૂલી જતા પાવભાજી વાળા ભરતસિંહે પોલીસનો સંપર્ક કરી થેલાના મૂળ માલિકનો પતો લગાવી થેલો પરત કરી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, અત્યારના સમયમાં કોઈ વ્યક્તિને રોડ ઉપર પડેલા દસ રૂપિયા પણ મળે તો તે વ્યક્તિ તે રૂપિયાને લઈને પોતાના ખિસ્સામાં નાખી દેતો હોય છે. તેવામાં ઘણી વાર પ્રમાણિકતાના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે અને તેવો જ એક કિસ્સો હળવદમાંથી સામે આવ્યો છે. હળવદની સરા ચોકડી ખાતે આવેલ માવતર પાવભાજીમાં એક વ્યક્તિ નાસ્તો કરવા ઊભા હતા. ત્યારે તેઓ થેલો ત્યાં જ ભૂલી ગયા હતા જેમાં રૂ.50,000 હતા. જે માવતર પાવભાજી વાળા ભરતસિંહને થેલો મળ્યો હતો. જેઓએ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી પોલીસને થેલા અંગે જાણ કરતા હળવદ પોલીસે મૂળ માલિક સુધી પહોંચીને મુળ માલીકને રૂ.50,000 ભરેલો થયેલો પરત કરી ઇમાનદારીની મિશાલ પ્રસ્તૂત કરી છે,

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!